Site icon hindi.revoi.in

હોલિવૂડની ખુબ જ જાણીતી ફિલ્મ ‘બ્લેક પેન્થર’ના એક્ટર ‘ચેડવીક બોસમેન’નું 43 વયે નિધન

Social Share

હોલિવૂડ ફિલ્મો આમ તો ભારતમાં પણ ઘણી ચર્ચિત બને છે, કેટલીક હોલિવૂડની એવી ફિલ્મો આવી છે જે દેશના દર્શકોએ ખુબ જ વખાણી છે અને સાથે સાથે તેમાં અભિનય કરતા કલાકારોને પણ લોકોએ ખુબ પસંદ કર્યા છે, ત્યારે હોલિવૂડમાં વર્ષ 2018મા 20 કરોડના બજેટથી બનેલી એક ‘બ્લેક પેન્થર’ નામની ડિઝનીના માર્વેલ યૂનિવર્સની પાંચમી ફિલ્મ આવી હતી જેને ગેમ ચેન્જર ફિલ્મ ગણવામાં આવી રહી હતી . જેમાં ‘ચેડવીક બોસમેન’ નામનો એક્ટર જોવા મળ્યો હતો, આ ફિલ્મથી આ એક્ટરને ખુબ જ નામના મળી હતી, ત્યારે હવે 43 વર્ષે આ એક્ટરનું નિધન થયું છે.

હોલિવૂડ એક્ટર ‘ચેડવીક બોસમેન’ માત્ર 43 વર્ષનો હતો અને છેલ્લા કેટલાય સમયથી તે આંતરડાના કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો. છેવટે તેને કેન્સર સામે હાર મળી હતી, તેના મોતના સમાચારથી સમગ્ર હોલિવૂડમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, તેના કરોડો ચાહકોને તેના મોતના સમાચારે એક મોટો ઝટકો આપ્યો છે, છેલ્લા સમયમાં ચેડવીકના પત્ની અને કુટુંબીજનો સતત તેની પાસે રહ્યા હતા અને તેની સેવા કરતા હતા.

હોલિવૂડના કેટલાક નામાંકિત કલાકારોમાં ચેડવીકની ગણના થતી હતી, તે સતત તેની બિમારી સામે લડ્યો છે. તેણે પોતે ક્યારેય તેની બિમારીનો પ્રભાવ પોતોના કામ પર પાડ્યો નહોતો,  બિમારી સાથે પણ સતત કાર્યશીલ રહેનાર લોકપ્રિય એક્ટરે છેલ્લે દુનિયાને અલવિદા કહેવું પડ્યું, છેલ્લા કેટલાક વર્ષોથી તે પોતોની એક્ટિંગની દુનિયામાં રહેતા રહેતા પણ અનેક સારવાર સાથે જોડાયેલો જ હતો, તેણે છેલ્લા 4 વર્ષમાં કીમોથેરપી અને સર્જરી પણ કરાવી હતી, તેની ફિલ્મ’ બ્લેક પેન્થર’ તેના ચાહકોમાં આજે પણ જીવંત છે.

સાહીન-

Exit mobile version