1. Home
  2. revoinews
  3. ગુજરાતની વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી પૂર્વે ભાજપ એકશનમાં
ગુજરાતની વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી પૂર્વે ભાજપ એકશનમાં

ગુજરાતની વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી પૂર્વે ભાજપ એકશનમાં

0

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો ઉપર આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને ભાજપાએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ 8 બેઠકો  માટે ચૂંટણી ઇન્ચાર્જ ની નિમણૂક કરીને જવાબદારીઓ પણ સોંપી દેવામાં આવી છે. વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો ઉપર યોજાનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શક્યતા છે.

 ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ આઠ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જેથી વિધાનસભાની આઠ બેઠકો ખાલી થઈ હતી. દરમિયાન આગામી સપ્ટેમ્બર મહિનામાં આ આઠ બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આજે ભાજપની કોર ગ્રુપની બેઠક યોજાઈ. જેમાં પેટા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભાજપ  દ્વારા  8 વિધાનસભા બેઠકો પર ચૂંટણી ઈન્ચાર્જ નક્કી કરાયા છે. અબડાસા વિધાનસભા બેઠક પર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા- ભાજપ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, લીંબડી બેઠક પર કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી નીતિન ભારદ્વાજ, કરજણ વિધાનસભા બેઠક પર ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહજાડેજા-પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ડાંગ બેઠક પર કેબિનેટ મંત્રી ગણપત વસાવા- ધારાસભ્ય પૂર્ણેશ મોદી તથા કપરાડા બેઠક પર રાજ્ય મંત્રી ઈશ્વર સિંહ પટેલ- પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર,  મોરબી બેઠક પર કેબિનેટ મંત્રી સૌરભ પટેલ-પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા તથા ગઢડા વિધાનસભામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાને જવાબદારી સોંપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.