Site icon hindi.revoi.in

લોકસભામાં ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના શપથ પર વિવાદ, વિપક્ષનો હંગામો

Social Share

નવી દિલ્હી:  ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના શપથગ્રહણ દરમિયાન લોકસભામાં ભારે હંગામો થયો હતો. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર જેવા શપથ લેવા માટે પહોંચ્યા, વિપક્ષના સદસ્યોએ તેના નામને લઈને વાંધો ઉઠાવ્યો અને હંગામો કરવાનું શરૂ કર્યું હતું. પ્રજ્ઞાસિંહ ઠાકુર સંસ્કૃતમાં શપથ લઈ રહ્યા હતા. જેવું તેમણે સંસ્કૃતમાં પોતાના નામનું ઉચ્ચારણ કર્યું, વિપક્ષે તેનો વિરોધ કર્યો અને કહ્યુ કે તેઓ માત્ર પોતાના નામનું જ ઉચ્ચારણ કરે. સાધ્વી પ્રજ્ઞાએ સંસ્કૃતમાં કહ્યુ હું સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સ્વામી પૂર્ણચેતનાનંદ અવધેશાનંદ ગિરી લોકસભાના સાંસદ તરીકે, સાધ્વી પ્રજ્ઞા હજી શપથ લઈ રહ્યા હતા કે તે વખતે કેટલાક સાંસદોએ ટોકાટોકી શરૂ કરી હતી. તેના પછી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર થંભી ગયા હતા.  

લોકસભામાં રહેલા અધિકારીઓએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું હતું કે તેઓ પોતાના પિતાનું નામ પણ લે, તે વખતે વિપક્ષી સાંસદો હંગામો કરતા રહ્યા હતા. જો કે પ્રોટેમ સ્પીકરે કહ્યુ હતુ કે તેઓ રેકોર્ડ ચેક કરી રહ્યા છે, કૃપા કરીને શાંતિ જાળવી રાખો. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે જ્યારે બીજી વખત શપથ લેવાના શરૂ કર્યા, તો ફરી એકવાર વિપક્ષી સાંસદ હંગામો કરવા લાગ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ફરી એકવાર રોકાઈ ગયા હતા.

જો કે બાદમાં લોકસભાના અધિકારી સાંસદોએ રેકોર્ડ સાથે સંકળાયેલી ફાઈલ ડૉ. વિરેન્દ્ર કુમાર પાસે લઈ આવ્યા હતા. અહીં તેમણે રેકોર્ડ ચકાસ્યો હતો. પ્રોટેમ સ્પીકરે સાધ્વી પ્રજ્ઞાનું ચૂંટણી અધિકારી દ્વારા જીતનું પ્રમાણપત્ર પણ માંગ્યું. પ્રોટેમ સ્પીકર વારંવાર વિપક્ષી સાંસદોને ચુપ કરાવતા રહ્યા હતા. ત્રીજી વખત સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સંપૂર્ણપણે શપથ લઈ શક્યા હતા.

મહત્વપૂર્ણ છે કે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીત્યા છે. તેમણે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહને ચૂંટણીમાં હરાવ્યા હતા. સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્ફોટના આરોપી છે.

Exit mobile version