Site icon Revoi.in

કોલકાતા: અમિત શાહનો રોડ શૉ ચાલુ, બીજેપીનો આરોપ- તૃણમૂલ કાર્યકર્તાઓએ હટાવ્યા અમારા પોસ્ટર-બેનર

Social Share

પશ્ચિમ બંગાળમાં ઉત્તરી કોલકાતાના ધર્મતલ્લામાં હાલ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રોડ શૉ કરી રહ્યા છે. જોકે શાહના રોડ શૉ પહેલા અહીંયા લગાવવામાં આવેલા પાર્ટીના પોસ્ટરોને હટાવી લેવામાં આવ્યા.

ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે તેની પાછળ મમતા સરકારનો હાથ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું, ‘મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગુંડાઓ અને પોલીસે પોસ્ટર્સ ફાડ્યા અને ઝંડાઓ કાઢી નાખ્યા. જેવા અમે લોકો પહોંચ્યા કે તે લોકો ત્યાંથી ભાગી ગયા.’ વિજયવર્ગીયે ટ્વિટ કરીને મમતા સરકારની નિંદા કરી છે.

કોલકાતામાં અમિત શાહની રેલી પહેલા કોલકાતા પોલીસ રેલીસ્થળે પહોંચી ગઈ અને પરમિશ માટેના પેપર્સ માંગ્યા. રિપોર્ટ પ્રમાણે, કોલકાતા પોલીસે સ્ટેજ માટેની પરમિશનના પેપર્સ માંગ્યા અને ન આપવા પર સ્ટેજ તોડવા જણાવ્યું. તેને લઇને વિવાદ વધ્યો. બીજેપી કાર્યકર્તાઓ રેલીસ્થળ પર અડી ગયા. અમિત શાહ આજે ઉત્તરી કોલકામાં રેલી કરવાના છે. અમિત શાહે ટ્વિટ કરીને કહેલું કે કોલકાતાના ધર્મતલ્લામાં તેમનો રોડ શૉ છે.

રિપોર્ટ પ્રમાણે, રેલીસ્થળ પાસે માહોલ તણાવપૂર્ણ થઈ ગયો. બીજેપી કાર્યકર્તાઓ નારેબાજી કરી રહ્યા છે અને પોલીસવાળાઓને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે કોલકાતા પોલીસ અને રાજ્ય ચૂંટણીપંચના અધિકારી રસ્તાઓ પરથી પીએમ મોદી અને અમિત શાહના પોસ્ટર્સ હટાવી રહ્યા છે. બીજેપી નેતા મુકુલ રોયે આરોપ લગાવ્યો કે રાજ્યના ચૂંટણીપંચના અધિકારી મમતા સરકારના સમર્થક તરીકે કામ કરી રહ્યા છે.