નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં પાર્ટીને પ્રચંડ જીત અપાવ્યા બાદ અમિત શાહ ભાજપના સંગઠનિક મામલાઓના પ્રભારી નેતાઓ સાથે પાર્ટીના મુખ્યમથક ખાતે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં સામેલ થવા માટે વસુંધરા રાજે, ઉમા ભારતી, દિલીપ ઘોષ, વિનય સહસ્ત્રબુદ્ધે, જે.પી. નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવ જેવા રિષ્ઠ નેતાઓ સામેલ થયા છે. આ બેઠકમાં પાર્ટીની આગામી ચૂંટણી રણનીતિ પર પણ ચર્ચા થવાની આશા છે.
આના પહેલા 9 જૂને અમિત શાહે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડના વરિષ્ઠ નેતાઓની સાથે બેઠક કરી હતી. આ રાજ્યોમાં એક વર્ષની અંદર વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે.
નવી સરકારમાં ગૃહ પ્રધાન તરીકે શપથ લીધા બાદથી અમિત શાહ સત બેઠકો કરી રહ્યા છે. ઈદના દિવસે પણ તેમણે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. આ સિવાય તેમણે દેશની આંતરીક સુરક્ષાની જાણકારી પણ લીધી હતી. જેમાં નક્સલવાદ અને આતંકવાદ પર વિશેષરૂપથી ચર્ચા કરી હતી.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાર્ટીના પ્રદેશ એકમોમામાં સંગઠનની ચૂંટણી હરિયાણા અને મહારાષ્ટ્ર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની સાથે થવાની શક્યતા છે. તેના પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પણ થશે.
અમિત શાહનો ત્રણ વર્ષનો કાર્યકાળ આ વર્ષની શરૂઆતમાં સમાપ્ત થઈ ચુક્યો છે. પરંતુ પાર્ટીએ તેમને સંગઠનની ચૂંટણી થવા સુધીમાં કામકાજ સંભાળવા માટે જણાવ્યું છે. લોકસભા ચૂંટણીઓ પર ધ્યાન આપવાને કારણે સંગઠનની ચૂંટણી ટાળી દેવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં અમિત શાહના સામેલ થયા બાદ અટકળો છે કે તેઓ પાર્ટી અધ્યક્ષ પદ છોડી દેશે. ભાજપે અત્યાર સુધી આના સંદર્ભે કોઈ સત્તાવાર ટીપ્પણી કરી નથી. સૂત્રો પ્રમાણે, પાર્ટી રાષ્ટ્રીય સ્તર પર સદસ્યતા અભિયાન પણ ચલાવશે. તેના પછી રાજ્યોમાં તેના અધ્યક્ષોની ચૂંટણી થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે.