નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પશ્ચિમી દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખીને દાવો કર્યો છે કે દિલ્હીમાં સરકારી જમીન પર 54 મસ્જિદ, મજાર, મદરસા અને કબ્રસ્તાન બનેલા છે.
પ્રવેશ વર્માએ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને લખેલા પોતાના પત્રમાં કહ્યુ છે કે દિલ્હીમાં ગત 20 વર્ષ દરમિયાન આ નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રવેશ વર્માના પત્ર પ્રમાણે, આ નિર્માણ ગ્રામસભા, પૂર વિભાગ, ખાતર વિભાગ, ડીડીએ અને એમસીડીની એવી જમીનો પર કરવામા આવ્યા છે કે જ્યાં પાર્ક, પબ્લિક ટોયલેટ અને કમ્યુનિટી સેન્ટર બનેલા હતા.
પ્રવેશ વર્માએ ઉપરાજ્યપાલને આગ્રહ કર્યો છે કે તેઓ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટો અને સંબંધિત વિભાગોના અધ્યક્ષોની એક સમિતિ બનાવે અને જ્યાં-જ્યાં કબજો કરાયો છે, ત્યાં તપાસ કરવામાં આવે.
ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ પત્રમાં લખ્યું છે કે ઉપરાજ્યપાલ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને આખા મામલાની તપાસ કરવાના નિર્દેશ આપે અને બે માસની અંદર રિપોર્ટ સોંપે.