Site icon hindi.revoi.in

ગુરૂગ્રામમાં મુસ્લિમ યુવકે ‘જય શ્રીરામ’નો નારો નહીં લગાવતા થઈ મારપીટ, ગુસ્સે ભરાયા BJP નેતા ગૌતમ ગંભીર

Social Share

દેશની રાજધાની દિલ્હી પાસે આવેલા ગુરૂગ્રામમાં કેટલાક યુવકો દ્વારા એક મુસ્લિમ યુવકની સાથે મારપીટ વિરુદ્ધ ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ ગૌતમ ગંભીરે નિશાન સાધ્યું છે. માથે ટોપી પહેરવા માટે મુસ્લિમ યુવકની મારપીટ કરવામાં આવી અને તેની પાસે જબરદસ્તી ‘જય શ્રીરામ’ના નારા લગાવવા માટે દબાણ કરવામાં આવ્યું. તાજેતરમાં પૂર્વ દિલ્હીમાંથી લોકસભા ચૂંટણી જીતનારા ગૌતમ ગંભીરે સોમવારે સવારે આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરીને કહ્યું કે આપણે ધર્મનિરપેક્ષ દેશ છે.

ગંભીરે ટ્વિટ કરીને કહ્યું, ‘ગુરૂગ્રામમાં મુસ્લિમ યુવકને ટોપી ઉતારવા અને જય શ્રીરામના નારા લગાવવા માટે કહેવામાં આવ્યું. આ નીંદનીય છે. ગુરૂગ્રામ એડમિનિસ્ટ્રેશન તરફથી જરૂરી કાર્યવાહી કરવામાં આવે. આપણે એક ધર્મનિરપેક્ષ દેશ છીએ, જ્યાં જાવેદ અખ્તર ‘ઓ પાલનહારે, નિર્ગુણ ઔર ન્યારે’ લખે છે અને રાકેશ ઓમપ્રકાશ મહેરા દિલ્હી-6માં ‘અર્ઝિયાં’ ગીત બનાવે છે.’

ઉલ્લેખનીય છે કે ગુરૂગ્રામમાં પારંપરિક ટોપી પહેરવા માટે એક 25 વર્ષીય મુસ્લિમ યુવકની ચાર અજાણ્યા લોકોએ મારપીટ કરી. પીડિતની ઓળખ મોહમ્મદ બરકર આલમ તરીકે થઈ છે. મૂળે બિહારનો રહેવાસી આલમ અહીંના જૈકબ પુરા વિસ્તારમાં રહે છે. પોલીસમાં આપવામાં આવેલી ફરિયાદમાં આલમે આરોપ લગાવ્યો કે મુખ્ય બજાર માર્ગ પર ચાર અજાણ્યા લોકોએ તેને અટકાવ્યો અને પારંપરિક ટોપી પહેરવા અંગે વાંધો ઉઠાવ્યો. તેણે જણાવ્યું કે આરોપીઓએ તેને ધમકી આપી અને કહ્યું કે આ વિસ્તારમાં આ પ્રકારની ટોપી પહેરવાની પરવાનગી નથી.
આલમે પોતાની ફરિયાદમાં કહ્યું, ‘તેમણે મારી ટોપી હટાવી દીધી અને મને થપ્પડ માર્યા. સાથે જ તેમણે ‘ભારતમાતા કી જય’નો નારો લગાવવા માટે પણ કહ્યું.’ તેણે કહ્યું, ‘મેં તેમના આદેશનું પાલન કર્યું અને ભારતમાતાકી જયનો નારો લગાવ્યો પરંતુ તેમણે મને ‘જય શ્રીરામ’નો ઉદ્ઘોષ કરવા માટે કહ્યું, જેનો મેં ઇન્કાર કરી દીધો. તેના પર એક યુવકે રસ્તાના કિનારે પડેલી લાકડી ઉઠાવી અને ક્રૂરતાથી મને મારવાનું શરૂ કરી દીધું. તેમણે મારા પગ અને પીઠ પર વાર કર્યો.’

એસીપીએ કહ્યું કે આ સંબધે મામલો નોંધી લેવામાં આવ્યો છે અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરીને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમને પકડવાના પ્રયત્નો ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે યુપીના મથુરામાં પણ તાજેતરમાં જ સમુદાય વિશેષના કેટલાક યુવકોના માર મારવાથી ખરાબ રીતે ઘાયલ એક લસ્સી વિક્રેતાનુમં સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. આ ઘટનાની એટલી ચર્ચા કરવામાં નથી આવી રહી જેટલી મુસ્લિમ યુવક સાથે મારપીટના કેસની ચર્ચા થઈ રહી છે.

Exit mobile version