Site icon hindi.revoi.in

ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયના MLA પુત્રની ધરપકડ, બેટથી કરી હતી અધિકારીની પિટાઈ

Social Share

ઈન્દૌર નગરનિગમના અધિકારીની બેટથી પિટાઈ કરવાના મામલામાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને મધ્યપ્રદેશ પોલીસે એરેસ્ટ કર્યા છે. આકાશ વિજયવર્ગીયની સાથે જ અન્ય દશ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ-353, 294, 323 506, 147, 148 હેઠળ એફઆઈઆર કરવામાં આવી છે.

આકાશ વિજયવર્ગીય ભાજપના મહાસચિવ અને દિગ્ગજ નેતા કૈલાસ વિજયવર્ગીયના પુત્ર છે. આ આખા મામલામાં આકાશ વિજયવર્ગીયને કોઈ અફસોસ નથી. તેમણે કહ્યુ છે કે આ માત્ર શરૂઆત છે, અમે આવા પ્રકારના ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીને સમાપ્ત કરીશું. આવેદન, નિવેદન અને પછી ધનાધન- હેઠલ અમે હવે કાર્યવાહી કરીશું.

ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયે કહ્યુ છે કે નિગમના અધિકારીએ મહિલોને ઢસડીને ઘરની બહાર કાઢી હતી. મહિલા પોસીસે તેમની સાથે હોવું જોઈતું હતું. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો લોકો ગુસ્સામાં હતા અને અધિકારીઓને ભગાડી રહ્યા હતા. હું અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવવા જઈ રહ્યો છું.

આકાશ વિજયવર્ગીય દ્વારા મારામારી કરાતી હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ નિગમના અધિકારી સાથે મારામારી કરી રહ્યા છે. અહીં ઈન્દૌર નગરનિગમના અધિકારીઓની ટુકડી જર્જર મકાનોને તોડવા માટે આવી હતી. પરંતુ આકાશ વિજયવર્ગીય તેમના પર વરસી પડયા હતા. આકાશ વિજયવર્ગીયે ક્રિકેટના બેટ દ્વારા અધિકારીઓને માર માર્યો હતો અને તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. એટલું જ નહીં, તેમના સમર્થકોએ નિગમના અધિકારીઓ સાથે મારામારી કરી હતી.

આકાશ વિજયવર્ગીયની હરકત મધ્યપ્રદેશમાં રાજકીય મુદ્દો બની ચુકી છે. કમલનાથની સરકારમાં પ્રધાન જીતૂ પટવારીએ કહ્યુ હતુ કે પોલીસ તેમને શોધી રહી છે, તે આજે જ એરેસ્ટ થશે. તો બીજી તરફ ભાજપના નેતા હિતેશ વાજપેયીએ સંપૂર્ણપણે આકાશ વિજયવર્ગીયનું સમર્થન કર્યું છે.

કોંગ્રેસના નેતા જીતૂ પટવારીએ કહ્યુ છે કે ભાજપ બંધારણને માનતું નથી. બંગાળમાં આકાશના પિતા પણ આવા પ્રકારની હિંસાને પ્રોત્સાહન આપી રહ્યા છે. હવે અહીં પુત્ર પણ આમ કરી રહ્યો છે. તેમણે કહ્યુ છે કે ભાજપના એક નેતાનો પુત્ર ગોળી ચલાવી રહ્યો છે, બીજો ખુદ ધારાસભ્ય જ અધિકારીઓને મારી રહ્યો છે. પટવારીએ કહ્યુ છે કે ભાજપવાળા પર ઘમંડ સવાર થયું છે, પરંતુ કાયદો પોતાનું કામ કરશે.

ભાજપના નેતા હિતેશ વાજપેયીએ આકાશ વિજયવર્ગીયનો બચાવ કરતા કહ્યુ છ કે વીડિયોમાં જે દેખાય રહ્યું છે, તે મામલાના મૂળમાં જવું જરૂરી છે. પહેલા આ અધિકારી 25-50 રૂપિયાની લાંચ લઈને દબાણ કરાવે છે, પરંતુ વરસાદ આવતા જ તેને હટાવવા માટે પહોંચી જાય છે.

Exit mobile version