Site icon Revoi.in

Video: સંસદમાં સુષ્મા સ્વરાજની ગર્જના, “હિંદુ હોવા પર શરમ અનુભવતા નથી, માટે અમે કોમવાદી ગણાઈએ છીએ”

Social Share

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા, દિલ્હીના પહેલા મુખ્યપ્રધાન અને દેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે હ્રદયરોગના હુમલાથી 67 વર્ષની વયે નિધન થયું હતું. સુષ્મા સ્વરાજને તેમના લાજવાબ વ્યક્તિત્વ, શાનદાર નેતૃત્વ અને પ્રખર વકૃત્વ માટે દુનિયાભરમાં ઓળખ મળેલી છે. સુષ્મા સ્વરાજે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં આપેલું ભાષણ દેશવાસીઓના રુંવાડા ઉભા કરનારું હતું.

સુષ્મા સ્વરાજનું સંસદમાં આપવામાં આવેલા ઘણાં ભાષણો પણ વિપક્ષને વિચારવા પર મજબૂર કરે તેવા હતા. ભાજપના વરિષ્ઠ નેતાએ 11 જૂન, 1996ના રોજ લોકસભામાં આપવામાં આવેલા ભાષણમાં ધર્મનિરપેક્ષતા અને કોમવાદ વચ્ચેનો ફરક સમજાવતા વિરોધીઓની ઝાટકણી કાઢી હતી. સુષ્મા સ્વરાજે વિપક્ષો પર આરોપ લગાવ્યો કે તેમણે ધર્મનિરપેક્ષતાનો આંચળો પહેરીને ભાજપ પર કોમવાદી હોવાનો આરોપ લગાવ્યો અને એકજૂટ થઈગઈ. સુષ્મા સ્વરાજે પોતાના જોરદાર ભાષણમાં કોંગ્રેસને 1984ના હુલ્લડો માટે ઘેરી અને ખૂબ ઝાટકણી પણ કાઢી હતી.

એટલું જ નહીં સુષ્મા સ્વરાજે સમાજવાદી પાર્ટી પર ભગવાન શ્રીરામના સેવકોની કત્લેઆમના આરોપમાં ખૂબ આક્રમક વાકપ્રહારો કર્યા. દેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાને પોતાના ભાષણમાં ડાબેરીઓની પણ ખૂબ ઝાટકણી કાઢી હતી. સુષ્મા સ્વરાજે ડાબેરીઓ પર વાકપ્રહાર કરતા કહ્યું હતું કે ચકમા શરણાર્થીને ભગાડનારા અને ઘૂસણખોરીઓને શરણ આપનારા ડાબેરીઓ ખુદને સેક્યુલર ગણાવે છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે અમે હિંદુ હોવા પર શરમ કરતા નથી, માટે અમે કોમવાદી ગણાઈએ છીએ.