Site icon hindi.revoi.in

ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ભૂતપૂર્વ પીએમ નરસિમ્હારાવને ભારતરત્ન આપવા કરી માંગ

Social Share

ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભૂતપૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિમ્હારાવના વખાણ કર્યા છે અને તેમને આગામી પ્રજાસત્તાક દિને ભારત રત્ન એનાયત કરવાની માગણી કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ અર્થવ્યવસ્થા, કાશ્મીર અને રામમંદિર પર નરસિમ્હારાવના નિર્ણયોને યાદ કર્યા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે રાષ્ટ્રે માગણી કરવી જોઈએ કે પી. વી. નરસિમ્હારાવને આગામી પ્રજાસત્તાક દિન પર ભારતરત્ન આપવામાં આવે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે નરસિમ્હારાવે માત્ર આર્થિક સુધારા જ નથી કર્યા,  પરંતુ તેમણે સંસદમાં કાશ્મીર પર એક પ્રસ્તાવ પારીત કર્યો અને સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જો વિવાદીત જમીન પર પહેલેથી મંદિર હતું, જેના પર બાબદમાં બાબરી મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું, તો તેમની સરકાર હિંદુઓને જમીન સોંપી દેશે.

Exit mobile version