Site icon Revoi.in

પુરાવા માંગે છે રાહુલ ગાંધી, તેમના ગળામાં બોમ્બ બાંધીને પાકિસ્તાનમાં ફેંકી દો: બીજેપી લીડર પંકજા મુંડે

Social Share

બીજેપી નેતા પંકજા મુંડેએ કહ્યું છે કે સર્જિકલ સ્ટ્રાઇક પર પુરાવા માંગનારા રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધીને તેમને પાકિસ્તાન મોકલી દેવા જોઇએ. મહારાષ્ટ્રના જાલનામાં એક કાર્યક્રમમાં પંકજા મુંડેએ કહ્યું કે આજકાલ કોઈપણ ઊભું થઈ જાય છે અને નરેન્દ્ર મોદીને સવાલ કરવા લાગે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, કેટલા લોકો મરાયા?

રવિવારે મહારાષ્ટ્રના બીજેપી અધ્યક્ષ રાવસાહેબ દાનવેની એક સભામાં પંકજા મુંડેએ કહ્યું, “આપણે આપણા સૈનિકો પર એક કાયર હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઈક કરી, તો તેઓ પૂછે છે કે સર્જિકલ સ્ટ્રાઇક ક્યાં થઈ, હું કહું છું કે રાહુલ ગાંધીના ગળામાં બોમ્બ બાંધી દો અને તેને ત્યાં મોકલી દો. આજકાલ કોઈપણ ઊભું થઈ જાય છે અને પીએમ નરેન્દ્ર મોદીને સવાલ કરવા લાગે છે. મોદી આવા લોકોને જાણતા સુદ્ધાં નથી તે છતાંપણ આ લોકો પૂછે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યાં થઈ, કેટલા લોકો મર્યા. આવા લોકોને બોમ્બ સાથે બાંધી દેવા જોઈએ અને હેલિકોપ્ટરમાંથી ફેંકી દેવા જોઈએ. ત્યારે એ લોકોને ભાન પડશે.”

પંકડા મુંડેએ કહ્યું કે આ લોકો આર્મી પર શંકા કરી રહ્યા છે. આવા લોકોને લાગે છે કે જે રીતે સરહદ પર આપણા જવાનો સંઘર્ષ કરી રહ્યા છે તે જ રીતે લોકતંત્રના સિપાહી તરીકે તમારે પણ લડવું જોઈએ. વર્ષ 2016માં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સેનાના 20 જવાન શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી ભારતે સપ્ટેમ્બર 2016માં પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને આતંકી ઠેકાણાઓ નેસ્તનાબૂદ કરી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતની કાર્યવાહીમાં 30થી 35 આતંકીઓ માર્યા ગયા હતા.

બીજેપીના વરિષ્ઠ નેતા રહેલા ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે મહારાષ્ટ્ર સરકારમાં ગ્રામીણ વિકસ અને મહિલા તેમજ બાળવિકાસ મંત્રી છે. પંકજા મુંડેની બહેન પ્રીતમ મુંડે આ વખતે બીડ ચૂંટણી વિસ્તારમાંથી ચૂંટણી લડી રહી છે. અહીંયા 18 એપ્રિલના રોજ મતદાન થઈ ચૂક્યું છે.