- બીજેપી મંત્રી ગિરિરાજ સિંહએ રાહુલ પર સાધ્યુ નિશાન
- કોંગ્રેસ કાર્યકર્તાઓ રાહુલની પરિક્રમા કરે-ગિરિરાજ
- રાહુલ ગાંઘી રાજધાની દિલ્હીમાં યાત્રાની આગેવાની કરી રહ્યા છે
- કોંગ્રેસ દેશભરમાં પદ યાત્રા નીકાળી રહી છે
- લખનઉમાં પ્રિયંકા ગાંઘીને પણ યદયાત્રાની અનુમતિ મળી
મહાત્મા ગાંધીની જન્મ જયંતીને લઈને કોંગ્રેસ પાર્ટી દેશભરમાં કેટલાક વિસ્તારોમાં પદયાત્રા યોજી રહી છે,પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી,પ્રિયંકા ગાંધી યાત્રૈની આગેવાની કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્રારા યોજાઈ રહેલી પદયાત્રાઓ પર બીજેપીના નેતાએ કટચાક્ષ કરીને રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા હતા. કોંગ્રેસની પદયાત્રાને લઈને કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા ગિરિરાજ સિંહએ કટાક્ષ કર્યો છે,તેમણે ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યુ છે કે, કોંગ્રેસી રાહુલની પરિક્રમા કરે તો તેમની પદયાત્રા પુરી થઈ જશે
ગિરિરાજ સિંહએ પોતાના ટ્વિટર પર લખ્યું કે, ગાંઘીજીની જન્મ જંયતી પર કોંગ્રેસ પદયાત્રા યોજી રહી છે,કોંગ્રેસ કાર્યાલયથી રાજઘાટના બદલે કોંગ્રેસીઓ રાહુલ ગાંધીની પરિક્રમા કરી લેય તો તેમની પદયાત્રા સમ્પન્ન થઈ જશે
કોંગ્રેસ દેશના કેટલાક ભાગોમાં પદયાત્રા નીકાળી રહી છે.વાયનાડના સાંસદ રાહુલ ગાંઘી રાજધાની દિલ્હીમાં યાત્રાની આગેવાની કરી રહ્યા છે,તો બીજી તરફ મહાસચિવ પ્રિયંકા ગાંધા વાડ્રા લખનૌઉમાં પસ્થિત રહેશે.
દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયથી શરુથયેલી પદયાત્રા રાજઘાટ સુઘી જશે,રાજઘાટમાં મહાત્મા ગાંધીનું મસાધિ સ્થળ છે જ્યા રાહુલ ગાંધી અને કોંગ્રેસી નેતાઓ મહાત્મા ગાંધીને શ્રધ્ધાજંલિ અર્પણ કરશે,જો લખનઉની વાત કરવામાં આવે તા પ્રિયંકા ગાંધીની આગેવાની યોજાનારી પદયાત્રાને અનુમતિ આપવામાં આવી છે પરંતુ ,ઢોલ નગારા અને લાઉડ સ્પીકરનો ઉપયોગ નહી કરવાની શર્તે પ્રિયંકાની આ પદયાત્રાને અનુમતિ આપવામાં આવી છે
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીજીની 150મી જન્મ જયંતીના દિવસે દેશભરમાં ગાંધીજીના સ્મરણોને તાજા કરવામાં આવી રહ્યા છે,ઠેર-ઠેર ગાંઘી જયંતીની ઉજવણી થતી જોવા મળે છે,ત્યારે ભારત દેશની બહાર પણ આજના આ દિવસને ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે.આજના દિવસને અહિંસાના રુપમાં મનાવામાં આવી રહ્યો છે.