Site icon hindi.revoi.in

જે. પી. નડ્ડાએ બોલાવી ભાજપના તમામ મોરચાના પદાધિકારીઓની બેઠક

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા પાર્ટીના અધ્યક્ષ બને તેવા સંકેત મંગળવારે સંસદીય દળની બેઠકમાં મળી ચુક્યા છે.

કાર્યકારી અધ્યક્ષ તરીકે જે. પી. નડ્ડાએ ભાજપના તમામ મોરચાના પદાધિકારોની એક બેઠક બોલાવી છે. રવિવારે એટલે કે સાતમી જુલાઈએ થનારી આ બેઠકમાં પરિચય, સદસ્યતા અભિયાન, ચૂંટણીની તૈયારી અને સંગઠન વિસ્તાર પર ચર્ચા કરવામાં આવશે.

આના પહેલા છઠ્ઠી તારીખે સદસ્યતા અભિયાનની પણ શરૂઆત થઈ રહી છે.

આ વર્ષના આખર સુધીમાં મહારાષ્ટ્ર સહીતના કેટલાક મહત્વના રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેને જોતા કાર્યકારી અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ભાજપના અધ્યક્ષ તથા ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મળીને મહત્વની રાજકીય વ્યૂહરચનાને આગળ વધારી રહ્યા છે.

Exit mobile version