Site icon hindi.revoi.in

પં.બંગાળમાં ભાજપ ‘સરકાર ઈન વેટિંગ’ છે : TMCના ચંદન મિત્રાએ કર્યો સ્વીકાર

Social Share

લોકસભા ચૂંટણી 2019ના વલણો અને પરિણામો સામે આવી રહ્યા છે. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાય રહી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને 16થી 17 બેઠકો મળતી દેખાઈ રહી છે. આ એક આશ્ચર્યથી ઓછું નથી.

આ ઘટનાક્રમ વચ્ચે અહેવાલ આવ્યો છે કે વલણો પર પોતાનો અભિપ્રાય રજૂ કરતા ટીએમસીના ચંદન મિત્રાએ નિવેદન આપ્યું છે કે ભાજપની સ્થિતિ પ. બંગાળમાં એટલી મજબૂત થઈ રહી છે કે ભવિષ્યમાં તેની સરકાર બનવાની શક્યતા છે. ચંદન મિત્રાએ ભાજપને ગવર્નમેન્ટ ઈન વેટિંગ ગણાવ્યું છે.

પ.બંગાળમાં તાજેતરના વલણો મળવા સુધીમાં 42માંથી 23 બેઠકો પર ટીએમસી આગળ છે. જ્યારે 17 પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. હજી એ કહેવું મુશ્કેલ છે કે કોણ કઈ બેઠક પર જીતશે. પરંતુ જો 17 બેઠકો પર ભાજપની સરસાઈ જીતમાં ફેરવાઈ જશે, તો આગામી દિવસોમાં પ. બંગાળમાં ભાજપની સરકારની આશા દેખાઈ રહી છે.

Exit mobile version