Site icon hindi.revoi.in

BJPનો માસ્ટરસ્ટ્રોક: બંગાળ હિંસામાં માર્યા ગયેલા કાર્યકર્તાઓના પરિવારજનોને શપથગ્રહણ સમારોહમાં આમંત્રણ

Social Share

બીજી ઇનિંગમાં પીએમ મોદીના શપથગ્રહણ સમારોહ પહેલા ભારતીય જનતા પાર્ટીએ માસ્ટરસ્ટ્રોક માર્યો છે. બીજેપીએ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં માર્યા ગયેલા બીજેપી કાર્યકર્તાઓના પરિવારજનોને શપથગ્રહણ સમારોહમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. બીજેપીના આ પગલાંને પશ્ચિમ બંગાળમાં પગપેસારો કરવા માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

30મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીની બીજી વખત તાજપોશી માટે મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ માટે બિમ્સટેક દેશના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ રાજકીય દળોના અધ્યક્ષો, રાજકીય હસ્તીઓ, દેશની મહત્વની વ્યક્તિઓને બોલાવવામાં આવી છે. પ્રોટોકોલ પ્રમાણે, તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, તમામ ઉપમુખ્યમંત્રીઓ અને સાંસદોને પણ બોલાવવામાં આવ્યા છે. મોટા-મોટા ઉદ્યોગપતિઓ, ફિલ્મસ્ટાર, ખેલાડીઓને પીએણ મોદીના શપથગ્રહણમાં સામેલ થવાનું નિમંત્રણ મળ્યું છે.

આ વીઆઇપી હસ્તીઓની વચ્ચે કેટલાક એવા ચહેરા પણ પીએમના શપથગ્રહણમાં સામેલ થશે, જેમના પરિવારના લોકોએ પશ્ચિમ બંગાળમાં બીજેપીને આગળ વધારવામાં પોતાના જીવની કુરબાની આપી. બીજેપીએ આવા 54 લોકોને શપથગ્રહણમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. બીજેપીએ આ તમામ કાર્યકર્તાઓના પરિવારના લોકોને કાર્યક્રમમાં વિશષ રૂપથી બોલાવ્યા છે. જે કાર્યકર્તાઓની હત્યા થઈ છે, તેમના પરિવારજનોને રહેવા-ઉતારાની તમામ વ્યવસ્થા પણ પાર્ટીએ કરી છે.

Exit mobile version