તાજેતરમાં દેશ આર્થિક મંદીની ઝપેટમાં છે,દરેક ક્ષેત્રમાં કર્મચારીઓની છટણી થઈ રહી છે તો કેટલાક લોકો બેરોજગાર બન્યા છે તો બીજી બાજુ કેટલાક કંપનીના પ્લાન્ટ પણ બંધ થવાને આરે છે તો તેની સામે માદી સરકરાર મંદીને પહોંચી વળવા સતત પ્રયત્નશીલ છે,ત્યારે તાજેતરમાં મોદી સરકારના બીજા કાર્યલયના 100 દિવસ પુરા થયા છે. મંબઈમાં આજે મોદીજીએ જનતાને સંબોધન કરતા તેમના 100 દિવસના કાર્યોની ગણતરી કરીને લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યાલયના 100 દિવસ પૂરા થવા પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંઘીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે,અર્થવ્યવ્સ્થા નબળી અને ઑટો સેક્ટરમાં મંદીને લઈને પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, બીજેપી સરકાર તેના 100 દિવસ પૂરા થયાનું જશ્ન મનાવી રહી છે પરંતુ ઑટો સેક્ટર,ટ્રાંસપોર્ટ,માઈનિંગ સેક્ટરને આ જશ્ન બરબાદીના જશ્ન જેવું લાગશે, દરેક ક્ષેત્રમાં એક એક પછી પ્લાન્ટ બંધ થઈ રહ્યા છે અને કર્મચારીઓનને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યાના સમાચાર એક પછી એક આવતા હોય છે, આ સમય જશ્ન મનાવવાને બદલે દેશની અર્થવ્યવસ્થા પર ધ્યાન આપવું જોઈએ.