Site icon hindi.revoi.in

ભાજપ અમિત શાહના નેતૃત્વમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણાની ચૂંટણી લડશે

Social Share

આગામી ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ભાજપ અમિત શાહના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ હેઠળ જ લડશે. આ વર્ષના આખરમાં ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તામાં છે. તેના કારણે આ ત્રણેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ ઘણી મહત્વપૂર્ણ છે.

ભાજપને પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીઓ બાદ મળવાના છે. અમિત શાહના નેતૃત્વમાં ભાજપે લોકસભામાં પ્રચંડ જીત પ્રાપ્ત કરીને 303 બેઠકો મેળવી છે. અમિત શાહે ગૃહ પ્રધાન પદ ગ્રહણ કર્યું અને જે. પી. નડ્ડાને ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નવા અધ્ય7 અને આખા દેશમાં સંગઠનની ચૂંટણી માટે ભાજપે રાધામોહનસિંહના નેતૃત્વમાં ચૂંટણી સમિતિની પણ રચના કરી છે.

પરંતુ આખા દેશમાં સંગઠનની ચૂંટણીમાં વિલંબના કારણે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી 15 ડિસેમ્બર બાદ જ શક્ય બનશે. નિર્ધારીત કરવામાં આવેલા કાર્યક્રમ મુજ, સંગઠન ચૂંટણીની પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. 11 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર વચ્ચે મંડળ સ્તરના અધ્યક્ષની ચૂંટણી સંપન્ન કરાવવામાં આવશે. જ્યારે 1થી 15 ડિસેમ્બર સુધીમાં પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સદસ્યોની ચૂંટણી કરાવવામાં આવશે.

સ્થાનિક અને રાજ્ય સ્તરના સ્તર પ સંગઠનની ચૂંટણી સમાપ્ત થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરાવવામાં આવશે. આ પ્રક્રિયા પણ લગભગ 15 દિવસથી એક માસ ચાલે તેવી શક્યતા છે. એટલે કે આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ 15 ડિસેમ્બર બાદ ભાજપને મળવાના છે. ચૂંટણી પ્રક્રિયામાં વિલંબનું કારણ દેશભરમાં ભાજપ દ્વારા ચલાવાયેલું સદસ્યતા અભિયાન છે. સદસ્યતા અભિયાન પહેલા 11 ઓગસ્ટ સુધી ચાલવાનું હતું અને જે હવે 20મી ઓગસ્ટ સુધી ચલાવવામાં આવશે.

Exit mobile version