Site icon hindi.revoi.in

સાધ્વીના ‘મારક શક્તિ’ નિવેદન પર ભાજપ સખ્તઃ વિવાદિત ટિપ્પણીઓ ન કરવાની સલાહ

Social Share

વિવાદીત બયાન પર સાધ્વી પ્રજ્ઞાને બીજેપીની નસીહત

વિવાદીત નિવેદન ન આપવા જણાવ્યું

સાધ્વીએ નેતાઓના નિધન માટે મારક શકિતનો હવાલો આપ્યો

વિપક્ષને ગણાવ્યા બીજેપી નેતાઓના નિધનનું કારણ

એકવાર ફરી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સલાહ આપવામાં આવી છે અને તેમને કોઈ પણ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન ન આપવા જણાવ્યું છે. પક્ષ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે જ્યારે સાધ્વી પ્રજ્ઞાએ ભાજપના નેતાઓના નિધનને વિપક્ષની ‘મારક શક્તિ’ સાથે જોડ્આયુ છે

મધ્યપ્રદેશના ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર શરુઆતથી જ તેમના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં છે, જેના કારણે પાર્ટી ઘણી વાર મુશ્કેલીમાં મુકાઈ છે. હવે ફરી એકવાર, સાધ્વી પ્રજ્ઞાને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સલાહ આપવામાં આવી છે કે કોઈ વિવાદિત નિવેદન ન આપે વિવાદીત નિવેદનથી ચેતીને રહે. પક્ષ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે જ્યારે સાધ્વી પ્રજ્ઞાએ ભાજપના નેતાઓના નિધનને વિપક્ષના મારક શક્તિનો હવોલો આપ્યો હતો.

તાજેતરનામાં જ ભારતીય જનતા પાર્ટીએ તેના ત્રણ ઉચ્ચ નેતાઓ ગુમાવ્યા છે. જેમાં પૂર્વ નાણાં પ્રધાન અરુણ જેટલી, પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી બાબુલાલ ગૌરનો સમાવેશ થાય છે. આ અંગે સાધ્વી પ્રજ્ઞાએ એક વિવાદીક નિવેદન પ્યું હતુ અને કહ્યું હતું કે વિપક્ષી નેતા ભાજપના લોકો પર ‘મારક શક્તિ’ નો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે ભાજપના નેતાઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે .

જો સૂત્રોની વાત માનીયે તો, આ વ્વાદીત ભાષમ આપ્યા પછી, સાધ્વી પ્રજ્ઞાને બીજેપી પક્ષના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા સલાહ આપવામાં આવી છે અને બિનજરૂરી નિવેદનો અને વિવાદિત નિવેદનો આપવાનું ટાળવામાં કહ્યું છે. તેમજ આવા નિવેદનોનું વધુ પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન પવા કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સાધ્વી પ્રજ્ઞા તરફથી મુંબઈ હુમલામાં શહીદ થયેલા પાલીસ કર્મી હેમંત કરકરે,મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશ ભક્ત જણાવવાથી લઈને નિવેદન આપવામાં આપ્યું હતુ જેના પર ખુબજ મોટો વિવાદ સર્જાયો હતો,સાધ્વીએ હેમંત કરકરેને લઈને આપોર લગાવ્યો હતો કે,તેણે ખબૂજ ખરાબ કર્યું છે માટે તેને શ્રાપ લાગ્યો.

તે સાથે ગાધીજીની હત્યા કરનારા નાથૂરામ ગોડસેને દેશ ભક્ત બતાવનારા ભાષણ પર સાધ્વીને પ્રધાન મંત્રી મોદીએ નસીહત આપી હતી,મોદીજીએ આવા પ્રકારના ભાષણ આપવા પર કહ્યું હતુ કે તેમને ક્યારેય દિલથી માફી આપવામાં નહી આવે,ત્યાર પછી પાર્ટી કરફથી તેમને એક નોટીસ પણ આપવામાં આવી હતી જો કે અત્યાસ સુધી  સાધ્વી પર કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી

Exit mobile version