- પરેશ રાવલનો 66 મો બર્થડે
- ગુજરાતી થિયેટરથી બોલિવૂડની સફર ખેડી નામના મેળવી
- આજે બોલિવૂડ જગતનું જાણીતું નામ છે
મુંબઈઃ- મૂળ ગુજરાતી અને થિયેટર આર્ટિસ્ટથી પોતાના કેરિયરની શરુઆત કરીને બોલિવૂડમાં કોમેડી કરીને પોતાની એક અલગ ઓળખ સાબિત કરનારા તથા દરેક નાના મોટા પાત્રને પોતાના શ્રેષ્ઠ અભિનયથી પ્રભાવિત કરનાર પરેશ રાવલે વર્ષ 1984 ની ફિલ્મ હોળીથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. 1990 સુધીમાં પરેશ રાવલે 100 થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને એક પોતાનાઈ ઈમેજ બનાવી હતી.
બોલિવૂડ જગતમાં તેમણે અંદાઝ અપના અપના, હેરા-ફેરી, આંખે, ચુપ ચૂપકે, હંગામા, કિંગ અંકલ, ઓહ માય ગોડ અને સંજુ જેવી સેંકડો ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરીને દર્શકોના દિલ જીત્યા છે એક બાજુ વિલનના રોલમાં તો બીજી બાજુ કોમેડી રોલમાં પણ તેમણે એટલો જ શાનદાર અભિનય કર્યો છે. વર્ષ 1994 માં, પરેશ રાવલને વો છોકરી અને સર ફિલ્મમાં સહાયક ભૂમિકા બદલ રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.વર્ષ 2014 માં, તેમને મનોરંજન ઉદ્યોગમાં ફાળો આપવા બદલ ભારતનો ચોથો સૌથી ગૌરવપૂર્ણ એવોર્ડ પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે
પરેશ ભલે તેની અભિનય કારકિર્દીમાં ઘણા વિલનના પાત્ર ભજવ્યા હોય, પરંતુ તેની વાસ્તવિક જીવનની પ્રેમ કથા એક સુંદર રોમેન્ટિક ફિલ્મ જેવી રહી છે. અભિનેતાના આજ રોજ તેમનો 66 માો જન્મદિવસ મનાવી રહ્યા છે
પરેશ રાવલે મુંબઇની વિલે પાર્લેની નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં અભ્યાસ પૂરો કર્યો હતો. તે સમયે પરેશ થિયેટર કલાકાર હતા. સ્વરૂપ સંપત પણ આ જ ક કોલેજમાં અભ્યાસ કરતી હતી, જેણે વર્ષ 1979 માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. એક દિવસ પુસ્તિકા વિતરણ કરતી વખતે પરેશ રાવલે સ્વરૂપનું ધ્યાન ખેંચ્યું. સ્વરૂપને જોતાં જ પરેશ તેની સાથે પહેલી નજરમાં જ પ્રેમમાં પડી ગયો હતા. અને અંહીથી બન્નેની લવસ્ટોરી શરુ થઈ જે લગ્નમાં પરિણામી હતી.આજે તેઓ સફળ લગ્ન જીવન જીવી રહ્યા છે.
પરેશ રાવલની કેટલીક યાદગાર ફિલ્મોઃ- જેમણે તેમને પુરસ્કાર અપાવ્યા હતા
સરદાર વર્ષ 1993: પરેશ રાવલ આ ફિલ્મમાં ભારતીય સ્વાતંત્ર્ય સેનાની સરદાર વલ્લભભાઈ પટેલના પાત્રમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બહુમુખી અભિનેતા પરેશ રાવલના કુશળ અભિનય માટે પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ 1993માં નેશનલ ઈમિગ્રેશનમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
તમન્ના વર્ષ 1998: પૂજા ભટ્ટાની પ્રોડક્શન ડેબ્યૂમાં પરેશ રાવલે ટિકકુ ભજવ્યો હતો. આ ફિલ્મે 1998માં અન્ય સામાજિક મુદ્દાઓ પર શ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો.
વો છોકરી વર્ષ 1994: સુભાંકર ઘોષની વો છોકરીમાં પરેશ એક તકવાદી, અનૈતિક રાજકારણીનું પાત્ર ભજવ્યું હતું. તેમને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય એવોર્ડ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.