- આજે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ
- સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રીની જન્મજયંતિ
- 11 સપ્ટેમ્બર 2008 ના રોજ કરાઈ હતી ઘોષણા
અમદાવાદ: આજે દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિને આ રૂપમાં મનાવવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ 11 નવેમ્બર 1888માં થયો હતો. તેમણે શિક્ષણ ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું છે. જેના કારણે તેનો જન્મદિવસ દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
રાષ્ટ્રીય શિક્ષણ દિવસની શરૂઆત માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 11 સપ્ટેમ્બર 2008ના રોજ ઘોષણા કરી હતી. ત્યારબાદ આ દિવસ દર વર્ષે 11 નવેમ્બર 2008 થી ઉજવવામાં આવે છે.
ભારત રત્નથી સન્માનિત મૌલાના અબુલ કલામ આઝાદ 15 ઓગસ્ટ 1747 થી 2 ફેબ્રુઆરી 1958 સુધી શિક્ષણ મંત્રી રહ્યા હતા. તેમણે માત્ર મહિલાઓના શિક્ષણ પર ભાર મૂક્યો જ નહીં, પરંતુ 14 વર્ષથી ઓછી વયના બાળકો માટે મફત સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની પણ શરૂઆત કરી હતી.
તેમણે ફાઈન આર્ટસના વિકાસ માટે ત્રણ સંસ્થાઓ સ્થાપના કરી હતી જે જોકી સંગીત નાટક એકેડમી, સાહિત્ય એકેડેમી અને લલિત કલા એકેડેમી છે. આ ઉપરાંત મૌલાના આઝાદે અનેક કમિશન અને બોર્ડની રચના કરી હતી. જેમાં યુજીસી, ખડગપુર ઇન્સ્ટીટયુટ ઓફ હાયર એજ્યુકેશન,ધ યુનિવર્સિટી એજ્યુકેશન કમીશન, ધ સેકેન્ડરી એજ્યુકેશન કમીશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશનના પરિષદ પ્રમુખ છે. મૌલાના અબ્દુલે આઈઆઈએસસી, જામિયા મિલિયા ઇસ્લામિયા અને ખડકપુરની આઈઆઈટી પણ સ્થાપિત કરી હતી.
_Devanshi