Site icon hindi.revoi.in

મુરલીધરનના જીવન પર બનાવવામાં આવશે બાયોપિક, રીલીઝ થયું મોશન પોસ્ટર, શું તમે જોયું?

Social Share

દિલ્લી: મુથૈયા મુરલીધરનના જીવન પર બાયોપિક આવી રહી છે. તેનું નામ ‘800’ છે. 13 ઓક્ટોબરના રોજ ફિલ્મનું મોશન પોસ્ટર ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ પહેલા રિલીઝ થયું હતું. મશહૂર એક્ટર વિજય સેતુપતિ આ ફિલ્મમાં મુરલીધરનની ભૂમિકા ભજવશે. મોશન પોસ્ટરમાં મુરલીધરનના જીવનને એનિમેશનના રૂપમાં દેખાડવામાં આવ્યું છે. એવું લાગે છે કે આ કહાનીમાં શ્રીલંકાના ગૃહ યુદ્ધથી લઈને મુરલીધરનના ક્રિકેટર અને તેની બોલિંગ અંગે ઉભા થયેલા પ્રશ્નો દર્શાવવામાં આવશે.

ફિલ્મ વિશે મુરલીએ શું કહ્યું ?

મોશન પોસ્ટર રીલીઝ થવાના પ્રસંગે મુરલીધરને કહ્યું કે વિજય સેતુપતિ જેવા જાણીતા કલાકારોની આ ફિલ્મ કરવાનું સન્માનની વાત છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તે પોતે ક્રિએટીવ ટીમ સાથે મળીને કામ કરી રહ્યા છે. આગળ પણ જરૂરિયાત મુજબ તેઓ કામ કરતા રહેશે.

વિજય સેતુપતિએ કહ્યું કે મુરલી સાથે ખુબ જ નજીક રહીને કામ કરવાની ખુશી છે. તેઓ તેમને ક્રિકેટની યુક્તિઓ શીખવી રહ્યા છે. તેઓ ખુબ જ ખુશ છે કારણકે તેમને મુરલીની ભૂમિકા ભજવવાની તક મળી છે.

2021ના અંત સુધીમાં રિલીઝ થશે ફિલ્મ

આ બાયોપિકની જાહેરાત જુલાઈ 2020માં કરવામાં આવી હતી. અગાઉની યોજના હતી કે તે આ વર્ષના અંત સુધીમાં રીલીઝ કરવામાં આવશે. પરંતુ કોરોના વાયરસને કારણે થઈ શક્યું નહીં. હવે કહેવામાં આવ્યું છે કે વર્ષ 2021 ની શરૂઆતમાં તેનું શુટિંગ શરૂ થશે. પછી તે વર્ષના અંત સુધીમાં રીલીઝ કરવામાં આવશે.

ઘણી ભાષાઓમાં રીલીઝ થશે ફિલ્મ

શ્રીલંકા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં તેનું શૂટિંગ કરવામાં આવશે. તે મુખ્યત્વે તમિલમાં આવશે. ઉપરાંત, દક્ષિણ ભારતની બધી ભાષાઓની સાથે હિન્દી, બાંગ્લા અને સિંહાલીઝમાં પણ ડબ કરવામાં આવશે. અંગ્રેજી સબટાઇટલની સાથે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ રીલીઝ કરવાની યોજના છે. એમએસ શ્રીપતિ તેના ડાયરેકટર રહેશે.

_Devanshi

Exit mobile version