સાવન ભાદરવામાં મંદીનો માર હોય છે
પહેલા ત્રિમાસીકમાં જીડીપી દર 5 ટકા સુધી પહોચ્યો
બિહારમાં મંદીની કી સર નથી- સુશીલ મોદી
બિહારના ઉપમુખ્ય મંત્રી સુશીલ મોદીએ દેશની આર્થિક સ્થિતી પર એક ટીપ્પણી કરી છે,સુશીલ મોદીએ કહ્યું કે, સાવન ભાદરવા માસમાં મંદીનો માર પડે જ છે,ઉલ્લેખનીય છે કે જીડીપીના તાજેતરના આંકડાઓ મુજબ મંદીનો માર જોવા મળ્યો છે,આર્થિક વિકાસનો દર અંદાજે 6 વર્ષમાં સૌથી ઓછો થઈને 5 ટકા થઈ ચુક્યો છે .
એક વર્ષમાં જ જીડીપી દરમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે,પરંતુ બિહારના નાયબ સીએમ અને નાણાં મંત્રી માને છે કે “મંદીનો શોર મચાવીને કેટલાક રાજકીય નેતા લોકો ચૂંટણીની હારનો પોતાનો ગુસ્સો આર્થિકમંદી પર નીકાળી રહ્યા છે”.
નાયબ સીએમ અને નાણા મંત્રીનું કહેવું છે કે “ભાદરવો હીંદૂ કેલેન્ડરનો પાંચમો અને છઠ્ઠો મહીનો છે, આ મહિનામાં હિંદૂ માન્યતાઓ મુજબ નવી ચીજ વસ્તુઓની ખરીદી નથી કરવામાં આવતી, અને નવું કામ પણ શરુ કરવામાં નથી આવતું”
નાયબ સીએમ સુશીલ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે સામાન્ય રીતે દર વર્ષે સાવન-ભાદરવામાં અર્થવ્યવસ્થામાં મંદી આવે છે, પરંતુ આ વખતે કેટલાક રાજકીય પક્ષો આ મંદીનો વધુ અવાજ ઉઠાવી રહ્યા છે અને ચૂંટણીના પરાજયને રીતે બદલો લઈ રહ્યા છે.
બિહારના નાણા મંત્રીએ કહ્યું કે આર્થિક મંદીને લઈને ચિંતા કરવાની કોઈ જરુર નથી કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા તેનું નિવારણ કરવાના ઉપાયો કરવામાં આવી રહ્યા છે, સુશીલ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થામાં સુધારવો લાવવા માટે 32સુત્રી રાહત પેકેજની સુચના કરી છે, આ ઉપરાંત 10 નાની બેંકોના વિલિનિકરણની પણ પહેલ કરી છે,સરકારન આ ઉપાયોની અસર આગલા ત્રિમાસીકમાં ચોક્કસ જોવા મળશે.
સુશીલ મોદીએ કહ્યું કે બિહારમાં મંદીની અસર જોવા મળી નથી,જેના કારણે વાહનોની ખરીદીમાં પણ ઘટાડો થયો નથી,સુશીલ મોદી વધુમાં કહ્યું કે સરકાર થોડાજ સમયમાં ત્રીજા પેકેજની જાહેરાત કરશે.