Site icon hindi.revoi.in

બિહારમાં આરએસએસ સહીત 19 હિંદુવાદી સંગઠનોની કુંડળી ફંફોસશે નીતિશની પોલીસ!, સ્પેશયલ બ્રાંચને જવાબદારી

Social Share

પટના: બિહારની સ્પેશયલ બ્રાંચનો એક આદેશ હાલના દિવસોમં ચર્ચામાં છે. સ્પેશયલ બ્રાંચની ઈન્ટલિજન્સ વિંગે આરએસએસ અને તેના આનુષંગિક સંગઠનોના પ્રદેશ પદાધિકારીઓની જાણકારી એકઠી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મે માસમાં સ્પેશયલ બ્રાંચના તમામ ડેપ્યુટી એસપીને જાહેર કરવામાં આવ્યો છે. તેમાં તેમને સંગઠનોના પદાધિકારીઓના નામ અને સરનામાની જાણકારી એકઠી કરવા માટે કહેવામાં આવ્યું છે.

સ્પેશયલ બ્રાંચ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, હિંદુ જાગરણ સમિતિ, ધર્મ જાગરણ સમન્વય સમિતિ, મુસ્લિમ રાષ્ટ્રીય મંચ, હિંદુ રાષ્ટ્ર સેના, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, શિક્ષા સમિતિ, દુર્ગા વાહિની, સ્વદેશી જાગરણ મંચ, ભારતીય કિસાન સંઘ, ભારતીય મજદૂર સંઘ, ભારતીય રેલવે સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, અખિલ ભારતીય શિક્ષક મહાસંઘ, હિંદુ મહાસભા, હિંદુ યુવા વાહિની, હિંદુ પુત્ર સંગઠનના અધિકારીઓના નામ અને સરનામા માંગવામાં આવ્યા છે.

સ્પેશયલ બ્રાંચનો આ આદેશ આ વર્ષે 28મી મેના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશની કોપી સામે આવ્યા બાદ બિહાર પોલીસના વરિષ્ઠ અધિકારી કંઈપણ બોલવાથી બચી રહ્યા છે. નામોલ્લેખ નહીં કરવાની શરતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આ રુટિન અભ્યાસ છે. ક્રાઈમ બ્રાંચની ટીમ નિયમિત સમયગાળા પર આવી જાણકારી એકઠી કરતી રહે છે.

બિહાર સરકારના આ આદેશ પર ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા સંજય પાસવાને કહ્યુ છે કે બિહારની પોલીસ સરકાર દ્વારા આરએસએસના લોકોના સંદર્ભે જાણકારી એકઠી કરવાનો આદેશ આપવો ઘણો ગંભીર મુદ્દો છે. આ મામલો ભાજપ અને સંઘ બંને ગંભીરતાથી લઈ રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે બિહારમાં જેડીયુ અને ભાજપની ગઠબંધન સરકાર છે.

Exit mobile version