Site icon hindi.revoi.in

યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પુરુષોની સરખામણીમાં મહિલા શિક્ષકોની સંખ્યા ઓછી,બિહાર સૌથી આગળઃ-HRD

Social Share

દેશભરમાં મહિલાઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે,ત્યારે દેશના ઉચ્ચ શિક્ષા સંસ્થાનોમાં પુરુષોની સરખામણીમાં મહિલા શિક્ષકોની સંખ્યા ઓછી છે,અને આ તુલનામાં બિહાર સૌથી આગળ છે,માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અખિલ ભારતીય ઉચ્ચ શિક્ષા સર્વેક્ષણમાં  વાત સામે આવી છે.

આજ પ્રકારે દેશની યૂનિર્સિટીઓ અને કોલેજોમાં ગેર શિક્ષણ કર્મચારીઓમાં પણ મહીલાઓની સરખામણીમાં પુરુષોની સંખ્યા વધારે છે,આ સંસોધનના રિપોર્ટ મુજબ શિક્ષકોની કુલ સંખ્યા 14 લાખ 16 હજાર 299 છે, જેમાંથી 57.8 ટકા પુરુષ છે ને 42.2 ટકા મહિલાઓ છે, પુરુષ શિક્ષકોની તુલનામાં મહિલાઓની સૌથી ઓછી સંખ્યા બિહારમાં છે  જ્યા 78.97 ટકા પુરુષ શિક્ષકની સંખ્યા છે તો મહિલા શિક્ષકની સંખ્યા 21.3 ટકા જ જોવા મળી છે.ત્યારે આ સરખામણીમાં ઝારખંડ બીજા નંબરે આવે છે જ્યા પુરુષ શિક્ષકની ટકાવારી 69.8 છે તો તેની સામે મહિલા શુક્ષકોની સંખ્યા માત્ર 32.3 જ છે,તે ઉપરાંત કેરલ,પંજાબ,પરિયાણા,ચંદીગઢ,મેધાલય,નગાલેંડ,દિલ્હી ને ગોવા જેવા કેટલાક રાજ્યોમાં મહિલા શિક્ષકોની સંખ્યા પુરુષ શિક્ષકોની સરખામણીમાં વધુ છે,

શિક્ષક દિવસ પર યોગીનું એલાન.યૂપીમાં શિક્ષકોની 97 હજાર જગ્યાઓ પર થશે ભરતી

વાર્ષિક સેર્વેક્ષણ મુજબ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ત્રણ વ્યાપક વિભાગોમાં વહેંચવામાં આવી છે: યુનિવર્સિટીઓ, કૉલેજો અને સ્વતંત્ર સંસ્થાઓ. વર્ષ 2018-19ના સર્વેમાં કુલ 962 યુનિવર્સિટીઓ, 38,179 કોલેજો અને 9190 સ્વતંત્ર સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ સર્વે મુજબ  અખિલ ભારતીય સ્તરે 100 પુરુષ શિક્ષકોની તુલનામાં ફક્ત 73 મહિલા શિક્ષકો છે. મુસ્લિમોના કિસ્સામાં, 100 પુરુષોની તુલનામાં 57 મહિલા શિક્ષકો છે, જ્યારે અન્ય લઘુમતીઓની જો વાત કરવામાં આવે તો , 100 પુરુષોની તુલનામાં 151 મહિલાઓ છે, પરંતુ દિવ્યાંગ વર્ગની જો આપણે આ સર્વે મુજબ વાત તકરીયે તો માં 100 પુરુષ શિક્ષકોની સામે માત્ર 37 મહિલા શિક્ષકો છે.

તેમણે જાણાવ્યું કે, દરેક 100 પુરુષ શિક્ષકોની સરખામણીમાં યૂનિવર્સિટીઓમાં 58 મહિલા શિક્ષકો, કૉલેજોમાં 76 મહિલા શિક્ષકો ને સ્વતંત્ર સંસ્થાઓમાં 71 મહિલા શિક્ષકો છે. આ રિપોર્ટ મુજબ જુદી-જુદી સંસ્થાઓમાં જેમાં ટેક્નિકલ અને પોલિટેક્નિક સંસ્થામાં પ્રતિ 100 પુરુષની સરખામણીમાં 47 મહિલા શિક્ષક,તાલિમ શિક્ષકોમાં 68,મેનેજમેન્ટ સંસ્થાઓમાં 61, મંક્ષાલય હેઠળ આવતી સંસ્થાઓમાં સૌથી ઓછી 18 મહિલા શિક્ષક છે, આ સર્વે મુજબ,તેનાથી વિરુધ નર્સિંગ સંસ્થાઓમાં 12 લાખ 14 હજાર 302 ગેર શિક્ષણ જગ્યાઓ પર 67.11 ટકા પુરુષો ને 32.89 ટકા મહીલાઓ છે,તેમણે કહ્યું કે બિહારમાં પુરુષ કર્મચારીઓના સંખ્યા 84.6 ટકા અને મહિલા કર્મીઓની સંખ્યા 15.40 ટકા છે,જ્યારે બીજા નંબર પર ઉત્તર પ્રદેશમાં 78.5 ટકા પુરુષ અને 21.5 ટકા મહિલાઓ છે,પશ્વિમ બંગાલમાં 77.33 ટકા પુરુષો અને 22.67 ટકા મહિલાઓ છે આ આંકડાઓ સાથે તે ત્રીજો ક્રમ ધરાવે છે.

Exit mobile version