Site icon Revoi.in

સુશાંત આત્મહત્યા કેસમાં બિહાર સરકારએ કરી સીબીઆઈ તપાસની ભલામણ

Social Share

એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતને લઈને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને તપાસ કરવાની ભલામણ કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કેન્દ્ર સામે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘે આજે સીએમ નીતિશ કુમાર સાથે વાતચીત કરી હતી અને સીબીઆઈની તપાસની માંગ કરી હતી.

મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી નિતીશ કુમારે કહ્યું કે,સુશાંતના પિતા સાથે મારી વાત થઈ છે,તેમણે સીબીઆઈની તપાસની માંગણી કરી છે,તેમની માંગના આધારે બિહાર સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે ત્યારે હવે આજે સાંજ સુધી તમામ દસ્તાવેજી કાર્યવાહી કરી છે.

સુશાંત સિંહ રાજપુતના પરિવારના વકીલ વિકાસ સિંહએ મુંબઈ પોલીસ પર તપાસમાં  સહકાર ન કરવાથી લઈને અને તપાસમાં અડચણ ઊભી કરવા માટેના આરોપ લગાવ્યા છે.વિકાસ સિંહએ કહ્યું કે,મુંબઈ પોલીસ તપાસમાં અવરોધ ઉભી કરી રહી છે. આ પહેલીવાર છે જ્યારે તપાસ અધિકારીઓને બરાબર તેમની રીતે કામ કરવા દેવામાં નથી આવી રહ્યું,આવી સ્થિતિમાં આરોપીને લાભ મળે છે.ઉલ્લેખનીય છે કે વિતેલી 14 જુનના રોજ એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ મુંબઈ સ્થિત પોતાના નિવાસ સ્થાન પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

સાહીન-