કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ આપરાધિક મામલો નોંધાવામાં આવ્યો છે. બિહારની મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટમાં વકીલ સુધીર ઓઝા તરફથી આ કેસ નોંધવામાં આવ્યો છે. સુધીર ઓઝાએ સીજેએમ સૂર્યકાંત તિવારીની કોર્ટમાં પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ધાર્મિક ઉન્માદ ફેલાવવાના અને લોઅર કોર્ટના ચુકાદાની અવગણના કરવાના આરોપમાં કેસ દાખલ કરાવ્યો છે.
સીજેએમ સૂર્યકાંત તિવારીની કોર્ટે સુધીર ઓઝાને ફરિયાદ પત્રનો સ્વીકાર કર્યો છે અને આ મામલાની આગામ સુનાવણી હવે 26 ઓગસ્ટે થશે. સુધીર ઓઝાએ પ્રિયંકા ગાંધીની વિરુદ્ધ કલમ-504, 506 અને 153 હેઠળ કેસ નોંધાવ્યો છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે પહલુ ખાન મોબ લિંચિંગ મામલામાં લોઅર કોર્ટનો ચુકાદો ચોંકાવનારો છે.
તેમણે સાથે જ કહ્યું હતું કે આપણા દેશમાં અમાનવીયતાની કોઈ જગ્યા હોવી જોઈએ નહીં અને રાજસ્થાન સરકારે મોબ લિંચિંગ પર કાયદો બનાવવાનો નિર્ણય સ્વાગત યોગ્ય છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે પહલુ ખાન મામલામાં લોઅર કોર્ટનો ચુકાદો ચોંકાવનારો છે. આપણા દેશમાં અમાનવીયતાને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં અને ભીડ દ્વારા હત્યા એક જઘન્ય અપરાધ છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે રાજસ્થાન સરકારે ભીડ દ્વારા હત્યાની વિરુદ્ધ કાયદો બનાવવાની પહેલ પ્રશંસનીય છે. આશા છે કે પહલુ ખાન મામલામાં ન્યાય અપાવીને આનું સારું ઉદાહરણ રજૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે પિકઅપ વાનથી રાજસ્થાનથી હરિયાણા પશુ લઈ જતી વખતે ભીડે ગૌતસ્કરીની શંકામાં પહલુ ખાનને માર માર્યો, તેના કારણે તેનું સરકારી હોસ્પિટલમાં 3 એપ્રિલ, 2017ના રોજ મોત નીપજ્યું હતું. અલવરમાં લોઅર કોર્ટ દ્વારા પહલૂ ખાન મામલામાં તમામ છ આરોપીઓને મુક્ત કરવાના બે દિવસ બાદ પ્રિયંકા ગાંધીએ આમ કહ્યું છે.
ભીડ દ્વારા પહલુ ખાનને માર મારીને મારી નાખવાના લગભગ બે વર્ષ બાદ અલવર સેશન કોર્ટે બુધવારે મામલામાં તમામ છ આરોપીઓને મુક્ત કરી દીધા હતા. કોર્ટે તેમને શંકાનો લાભ આપીને બરી કરી દીધા. અલવરના અધિક જિલ્લા અને સેશન ન્યાયાધીશ નંબર-1, ડૉ. સરિતા સ્વામીની અદાલતમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.