- પીએમ મોદી આવનારી 23 તારીખથી બિહારની મુલાકાતે
- રેલીનું કરશે આયોજન
- બીજેપી ચૂંચટણી રેલીને સંબોધિત કરશે
બિહાર વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એનડીએ સાથે મળીને બીજેપી દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, 28 તારીખે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે, ત્યારે હવે પીએ મોદી ખુબ જ ઓછા સમયગાળાની અંદર બિહારની રાજનિતી રેલીઓમાં પોતાનું સ્થાન જમાવશે.
એ વાત માનવી રહી કે, એનડીએએ જોરશોરથી બિહારમાં પોતાનું અભિયાન શરૂ કર્યું છે. નીતીશ કુમાર હવે સતત જાહેર સભાઓ યોજી રહ્યા છે, આ પહેલા તેઓ વર્ચુઅલ રેલી જ કરતા હતા પરંતુ હવે તેઓ રસ્તાઓ પર રેલી કરી રહ્યા છે. આ સાથે જ ભાજપ તરફથી પાર્ટીના વડા જે.પી.નડ્ડા બિહારમાં સતત પ્રચાર પણ કરી રહ્યા છે. તો હવે આજ શ્રેણીમાં 23 તારીખથી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ રેલીનો મોરચો સંભાળતા જોવા મળશે.
હવે દેશના વડા પ્રધાન મોદી આવનારી 23 ઓક્ટોબરના રોજથી બિહારમાં 12 જેટલી રેલીઓમાં જોડાશે, આ સાથે જ બિહારના સીએમ નિતીશ કુમાર સહીતના વીઆઈપી અને હમ પાર્ટીના વરિષ્ઠ નેતા અનેક દિગ્ગજો પણ આ રેલીમાં સામેલ થશે.
પીએમ મોદીની પ્રથમ રેલી 23 તારીખે યોજાશે, જે સાસારામમાં હશે જ્યા પીએમ રેલીને સંબોધિત કરશે, જેમા પ્રથમ દિવસે વડાપ્રધાન અને મુખ્યમંત્રી ગયા અને ભાગલુપરમાં પણ ક્રમશ બીજી અને ત્રીજી રેલીનું સંબોધન કરશે.
આ સાથે જ બીજી વખત 28 ઓક્ટોબરની રોજ પીએમ મોદી બિહારમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. દરભંગમાં પ્રથમ રેલીમાં જોડાશે ને ત્યાર બાદ પટના જિલ્લામાં બે બીજી રેલીઓને સંબોધિત કરશે.
ત્યાર બાદ ફરી 1લી નવેમ્બરના રોજથી પીએ મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમાર
છપરા અને પછી પૂર્વ ચંપારણ, સમસ્તીપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે, આમ હવે ચોથી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 નવેમ્બરના રોજ રેલી યોજશે, આ રેલીમાં પશ્ચિમી ચંપારણ, સહરસા અને અરસિયામાં સીએમ સાથે સભાને સંબોધિત કરતા જોવા મળશે
ઉલ્લેખનીય છે કે, આ પહેલા બિહાર એનડીએ તરફથી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં નીતિશ સરકારનો રિપોર્ટ કાર્ડ જારી કરવામાં આવ્યો છે. પટનાની એક હોટલમાં આયોજીત આ કાર્યક્રમમાં બીજેપી અને જેડીયૂ સિવાય અન્ય બે સહયોગી નેતા પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
સાહીન-