- બિગ બોસ 14 નો નવો પ્રોમો લોન્ચ
- શોના નિર્માતાઓએ રીલીઝ કર્યો પ્રોમો
- 3 ઓક્ટોબરે ગ્રાન્ડ પ્રીમિયર યોજાશે
- કન્ટેસ્ટેન્ટને 19 સપ્ટેમ્બરથી કરવામાં આવશે ક્વોરેંટીન
મુંબઈ: ટીવીનો મોસ્ટ પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 14નો નવો પ્રોમો લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં હોસ્ટ સલમાન ખાન શોના ગ્રાન્ડ પ્રીમિયર વિશે માહિતી આપતો જોવા મળે છે. બિગ બોસ 14નો ગ્રાન્ડ પ્રીમિયર શનિવારે 3 ઓક્ટોબર 2020ના રોજ રાત્રે 9 વાગ્યે થશે.
વીડિયોમાં સલમાન ખાન તેના હાથ, પગ સાંકળોથી બાંધેલા અને માસ્કથી ઢંકાયેલ ચહેરા સાથે નજરે પડે છે. તે કહે છે કે કંટાળાને નાબૂદ કરવામાં આવશે, તણાવને દુર કરવામાં આવશે, ટેન્શન ગાયબ થઈ જશે. ચેનલે આ વીડિયોને શેર કરી અને તેને કેપ્શન આપ્યું: 2020ની તમામ પ્રોબ્લમને દુર કરવા આવી ગયા છે બિગ બોસ ! 3 ઓક્ટોબર, શનિવારે રાત્રે 9 વાગ્યે બિગ બોસ 14નો ગ્રાન્ડ પ્રીમિયર.
આ સીઝનની પ્રતીયોગીયોની લિસ્ટ વિશે વાત કરવામાં આવે તો નિયા શર્મા, વિવિયન ડીસેના, નમિશ તનેજા, જૈન ઇમામ, આમિર અલી, આકાંક્ષા પુરી જેવા મોટા નામ સામે આવી રહ્યા છે. જો કે, હજુ સુધી કોઈએ આની પુષ્ટિ કરી નથી. બીજી તરફ, જાસ્મિન ભસીન, પવિત્રા પુનિયા, રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા, એજાઝ ખાન, નૈના સિંહ, પંજાબી અભિનેત્રી સારા ગુરપાલ એવા નામ છે જે બિગ બોસ 14ના ઘરે જોવા મળશે.
રિયાલિટી શો સપ્ટેમ્બર મહિનામાં ઓન-એર થવાનો હતો, પરંતુ મહામારીને કારણે એક મહિના માટે પાછળ ખેચવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ, બધા કન્ટેસ્ટેન્ટને 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ક્વોરેંટીન કરવામાં આવશે. 2 ઓક્ટોબરથી તે બિગ બોસના ઘરે એન્ટ્રી કરશે. કન્ટેસ્ટેન્ટને વિવિધ હોટલોમાં અલગ રાખવામાં આવશે, અને તેમની કોવિડ ટેસ્ટ પછી તેમને બિગ બોસ 14 ઘરની અંદર મંજૂરી આપવામાં આવશે.
_Devanshi