Site icon hindi.revoi.in

ભારત સાથે ક્રિકેટ રમવાને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મોટી જાહેરાત

Social Share

દિલ્લી: પાકિસ્તાન દ્વારા જે રીતે આતંકીઓને સમર્થન કરવામાં આવે છે તેને લઈને ભારત અને પાકિસ્તાનના રાજકીય સંબંધ તો બગડ્યા છે પણ ક્રિકેટના સંબંધ પણ બગડ્યા છે. મુંબઈ હૂમલા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે નક્કી કર્યુ કે આતંકવાદ અને ક્રિકેટ એકસાથે શક્ય નથી. ભારતના આ નિર્ણય બાદ ક્રિકેટ શરૂ કરવા અંગે બંને દેશો વચ્ચે ચર્ચાઓનું બજાર ગરમ થઈ રહ્યું છે, પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતમાં ક્રિકેટ રમવા અંગે મોટી જાહેરાત કરી છે.

ખરેખર, મુંબઈ આતંકી હુમલા પછીથી પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા અંગેનું ભારતનું વલણ સ્પષ્ટ છે કે સરહદ પારથી આતંકવાદી પ્રવૃત્તિઓ પૂરી ન થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સીરીઝ રમવામાં આવશે નહીં. એવામાં હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે હવે પાકિસ્તાન ભારતમાં રમવાની ચિંતા કરવાને બદલે પોતાની રીતે ક્રિકેટનો સફર આગળ વધારવા તરફ જોશે.

પીસીબીએ પ્રશંસકોને કહ્યું કે પાકિસ્તાની ક્રિકેટે ઘણું બધું હાસિલ કર્યું છે અને તે વધુ પ્રાપ્ત કરવા માટે રાહ જોઈ રહ્યું છે. હવે આપણે ભારતમાં રમવાની ચિંતા છોડી દેવી જોઈએ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ વસીમ ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ છે અને સરહદ પર તણાવ પણ તેમાંનો એક છે. એવામાં ભારતીય ટીમનું પાકિસ્તાનમાં રમવું શક્ય નથી.

વસીમ ખાને આગળ કહ્યું કે, પાકિસ્તાનમાં રમવા માટે બીસીસીઆઈએ સરકારની પરવાનગીની જરૂર રહેશે. હાલમાં ભારતની સરકારને અને કેટલીક બાબતો તેમજ પાકિસ્તાન પ્રત્યેના તેના વલણને જોતા નજીકના ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ સિરીઝનું આયોજન કરવું ખૂબ મુશ્કેલ છે.

_Devanshi

Exit mobile version