Site icon hindi.revoi.in

અમેરિકાના જો બાઈડનની નવી રણનીતિ. ભારતીય લોકોના મત જીતવા ભારતીય મૂળની મહિલા કમલા હૈરિસને બનાવી ઉપરાષ્ટ્રપતિની ઉમેદવાર

Social Share

અમદાવાદ: નવેમ્બર મહિનામાં અમેરિકામાં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સામે જો બાઈડન ઉભા છે. અમેરિકામાં ભારતીય લોકોના મત જીતવા માટે જો બાઈડને નવી ચાલ રમી છે અને તેમાં ભારતીય મૂળની મહિલા કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બનાવવામાં આવી છે.

અમેરિકામાં ચૂંટણી જીતવા માટેની હોડ એવી છે કે ફરીવાર ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહિલાને ઉમેદવાર બનાવવામાં આવી છે. જો કે આ પહેલા પણ બે વાર કોઈ મહિલાને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવી હતી. વર્ષ 2008માં રિપબ્લિકન પાર્ટીએ સારા પૈલિનને પોતાની ઉમેદવાર બનાવી હતી અને 1984માં ડેમોક્રેટિક પાર્ટીએ ગિરાલડિન ફેરારીને પોતાની ઉમેદાવાર બનાવી હતી.

નોંધનીય છે કે પહેલા જે બંન્ને મહિલા ઉમેદવારને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પસંદ કરવામાં આવ્યા હતા તેં બંન્ને હારી ગયા હતા. 3 નવેમબરે યોજાનારી ચૂંટણીમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ હાલના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ (Mike Pence)ને જ આ વખતે પણ ઉમેદવાર જાહેર કર્યા છે.

કમલા હેરિસની ઉપરાષ્ટ્રપતિ માટે પસંદગી કરવામાં આવતા તેમણે જો બાઈડનનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે જો બાઈડન એક એવું અમેરિકા બનાવશે જો આપણા આદર્શો પર ખરું ઉતરશે, હું મારી પાર્ટી તરફથી ઉપ-રાષ્ટ્રપતિના ઉમેદવારની હેસિયતથી તેમની સાથે સામેલ થવા પર ગર્વ અનુભવું છું અને તેમના કમાન્ડર-ઇન-ચીફ (રાષ્ટ્રપતિ) બનવા માટે જે પણ કરવું પડશે તો કરીશું.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રંપ દ્વારા જે રીતે વિઝાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી સૌથી વધારે પ્રભાવિત ભારતીય આઈટી સેક્ટરના લોકો થયા છે. ડોનાલ્ડ ટ્રંપ માટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય લોકોના મત જીતવા વધારે મુશ્કેલીભર્યા રહે તો તેમાં કોઈ નવાઈ રહેશે નહી.

_Vinayak

Exit mobile version