Site icon hindi.revoi.in

પીએમ મોદીએ બાઇડન સાથે કોરોના મહામારી અને જળવાયુ પરિવર્તન પર ચર્ચા કરી

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ફોન પર વાત કરી હતી અને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ સયુંકત રાજ્ય અમેરિકામાં લોકશાહી પરંપરાઓની તાકાતનું વર્ણન કરતી વખતે જો બાઇડનને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મળેલી જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલી કમલા હેરિસને પણ હાર્દિક અભિનંદન આપ્યા હતા.

આ સાથે જ પીએમ મોદી અને જો બાઇડને કોરોના મહામારી, જળવાયુ પરિવર્તન અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, તેમણે નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ફોન પર વાત કરી. અમે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. પ્રધાનમંત્રીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે, તેઓ કોરોના મહામારી,જળવાયુ પરિવર્તન અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર જેવી સામાન્ય પ્રાથમિકતાઓ અંગે પણ ચર્ચા કરી.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવ્યા પછી પણ પીએમ મોદીએ જો બાઇડન સાથે વાત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડને 306 વોટોથી જીત હાસિલ કરી હતી. જયારે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને કુલ 232 વોટ મળ્યા હતા. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે 538 ઈલેક્ટોરલ વોટોમાંથી 270 વોટ મેળવવા પડે છે. અહીં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નવેમ્બરના વોટ આપવામાં આવ્યા હતા.

મોદી અને બાઇડન વચ્ચેની વાતચીત પહેલા વિદેશમંત્રી એસ. જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, બાઇડન પ્રશાસનમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ વિસ્તૃત કરવામાં આવશે. જયશંકરે કહ્યું કે,અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બાઇડન એવા સમયગાળાની સાક્ષી રહ્યા છે,જ્યારે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં મોટો ફેરફાર થયો હતો. બાઇડન જયારે 1970 ના દાયકામાં સેનેટ સભ્ય હતા ત્યારથી ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોના હિમાયતી રહ્યા છે.

તેમણે વર્ષ 2008માં સેનેટ દ્વારા દ્વિપક્ષીય નાગરિક પરમાણુ કરારને મંજૂરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કરારથી વિશ્વના બે સૌથી મોટા લોકશાહી લોકો વચ્ચેના સંબંધને ગાઢ બનાવવાનો મજબૂત પાયો રખાયો છે. બરાક ઓબામા જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક અને સંરક્ષણ સંબંધોમાં નોંધપાત્ર વિસ્તરણ થયું હતું અને બાઇડને ઉપરાષ્ટ્રપતિ તરીકે આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન બાઇડને અમેરિકા અને ભારત વચ્ચેની ભાગીદારી અંગેના તેમના અભિગમ વિશે ચર્ચા કરી હતી.

_Devanshi

Exit mobile version