Site icon hindi.revoi.in

ભૂટાનના પ્રધાનમંત્રી બોલ્યા-ઈસરોની મહેનત ઐતિહાસિક છે, મોદી અને તેમની ટીમ ચોક્કસ સફળ થશે

Social Share

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 નું લેન્ડર વિક્રમ ચાંદની સપાટીથી માત્ર 1.2 કિમીની દૂરી પર હતુ અને ઈસરોનો તેની સાથે સંપર્ક તૂટ્યો હતો જેના કારણે ઈસરોના વૈજ્ઞાનિકોમાં નિરાશા ઉત્પન્ન થઈ હતી. જો કે દેશભરમાંથી અનેક નેતાઓ એ ટ્વિટ કરીને ઈસરોની મહેનતને કાબિલે તારીફ ગણાવી હતી અને એક દિવસ આ મૂન મિશનમાં ચોક્કસ સફળ થવાની આશા દર્શાવી હતી.

આ બાબતને લઈને ગૃહમંત્રી અમિત શાહએ કહ્યું કે ‘ચંદ્રયાન-2ને લઈને ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનની ઉપલબ્ધિ પર પ્રત્યેક ભારતીયને ગર્વ છે,ભારત ઈસરોની સાથે છે કે જે સતત પરિશ્રમ કરનારા વૈજ્ઞાનિકો સાથે જોડાયેલું છે’.

આ ચંદ્રયાન મિશનને લઈને ભૂટાનના વડા પ્રધાન ડૉ. લોટે શેરિંગ  કહ્યું કે “અમને ભારત અને તેના વૈજ્ઞાનિકો પર ગર્વ છે, ઇસરોના વૈજ્ઞાનિકોની મહેનત ઐતિહાસિક છે. મોદી અને તેમની ટીમ ચોક્કસપણે એક દિવસ સફળતા પ્રાપ્ત થશે”

Exit mobile version