Site icon hindi.revoi.in

ભોપાલ ગેસ દૂર્ઘટનાને 36 વર્ષ પૂર્ણ, હજુ ભોપાલવાસીઓ નથી ભુલ્યાં દુર્ઘટનાની ભયાનક તસવીર

Social Share

ઈન્દોરઃ ભાપાલમાં વર્ષ 1984માં થયેલી ગેસ દૂર્ઘટનાને આજે પુરા 36 વર્ષ થયાં છે. આ બનાવને 3 દાયકા કરતા પણ વધારે સમય થઈ ગયો હોવા છતા ભોપાલવાસીઓ હજુ ગેસ દૂર્ઘટનાને ભુલ્યાં નથી. યુનિયન કાર્બાઈડની ફેકટરીમાંથી સર્જાયેલી આ ઘટનામાં અનેક લોકે જીવ ગુમાવ્યાં હતા. તેમજ હજારો લોકોને આરોગ્યને લઈને સમસ્યા થઈ હતી, હજારો લોકો દિવ્યાંગ પણ બની ગયા હતા. 3 ડિસેમ્બરના રોજ થયેલી દૂર્ઘટના ઇતિહાસની સૌથી મોટી ઓદ્યોગિક ઘટના માનવામાં આવે છે.

ભોપાલમાં યુનિયન કાર્બાઈડ કારખાનામાં એક ટેન્કમાં ખતરનાક મિથાઈલ આઈસોસાઈનાઈટ રસાયણ ભરેલું હતું. દરમિયાન ટેન્કમાં પાણી ઘુસતા તાપમાન વધીને 200 ડિગ્રી થઈ ગયું હતું. જેથી ઘડાકા સાથે ટેન્કનો સેફ્ટીવાલ ઉડી ગયો હતો. ટેન્કમાં લગભગ 42 ટન જેટલો ઝેરી ગેસ પ્રસર્યો હતો. સરકારી આંકડા અનુસાર આ દૂર્ઘટનામાં 3787 લોકોના મોત થયાં હતા. જ્યારે 5.58 લાખ લોકોને તેની અસર થઈ હતી. જે પૈકી લગભગ 4 હજાર લોકો ગેસની અસરથી દિવ્યાંગ બન્યાં હતા. જ્યારે 38 હજારથી વધારો લોકોને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થઈ હતી.

આ બનાવ અંગે જાણતા લોકોએ દૂર્ઘટનાને યાદ કરતા કહ્યું હતું કે, દૂર્ઘટના બાદ ચારેય તરફ માત્ર ધુમ્મસ જેવુ વાતાવરણ હતું. જેથી કંઈજ જોઈ શકાતું ન હતું. અહીં ફસાયેલા લોકોને સમજ ન હતી પડતી કે પોતાનો જીવ બચાવવા કઈ દિશામાં જઈએ. શ્વાસ લેવામાં તકલીફ પડતા અનેક લોકો મરી રહ્યાં હતા. આ દૂર્ઘટના બાદ અનેક પીડિતના મોત થયાં હતા. આ ઘટનાને યાદ કરે ત્યારે ભોપાલવાસીઓની આંખો ભીની થઈ જાય છે.

Exit mobile version