1. Home
  2. revoinews
  3. કોંગ્રેસના નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સંપર્કમાં આવેલા અન્ય લોકો પણ હોમ ક્વોરન્ટાઈન
કોંગ્રેસના નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સંપર્કમાં આવેલા અન્ય લોકો પણ હોમ ક્વોરન્ટાઈન

કોંગ્રેસના નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સંપર્કમાં આવેલા અન્ય લોકો પણ હોમ ક્વોરન્ટાઈન

0

અમદાવાદ: કોંગ્રેસના સીનિયર નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ તેમના સંપર્કમાં આવેલા રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ પણ હોમ ક્વોરન્ટાઈન થઈ રહ્યા છે. દરમિયાન રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ.મુરલીક્રિષ્ન હોમ કવોરંટાઇન થયા હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસના સીનિયર નેતા ભરતસિંહ સોલંકી નો પરાજય થયો હતો. ચૂંટણી દરમિયાન ભરતસિંહ સોલંકી અનેક રાજકીય નેતા અને સરકારી અધિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. દરમિયાન ગઇકાલે ભરતસિંહ સોલંકી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય નેતાઓમાં ખળભળાટ મચી ગયો હતો. ભરતસિંહ સોલંકીના સાથીદાર એવા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં ક્વોરન્ટાઈન થયા છે. જ્યારે રાજ્યસભા ચૂંટણીનાં ઓફિસર ચેતન પંડયા પણ હોમ કવોરંટાઇન છે.

કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ થયા કવોરંટાઇન થયા છે. આ રાજકીય નેતા અને આગેવાનો ભરતસિંહ સોલંકીનાં સંપર્કમાં આવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.