Site icon Revoi.in

ભાગેડૂ માલ્યાએ ટ્વિટ કરીને ફરી 100 ટકા લોન પરત કરવાની ઓફર આપી

Social Share

ભાગેડૂ લિકર કીંગ વિજય માલ્યાએ ટ્વિટ કરીને ફરી એક વાર ભારતીય બેંકો પાસેથી લોનના લીધેલા રુપિયાને 100 ટકા પરત કરવાની ઓફર આપી છે,કિંગફિશર એરલાઈન્સના પૂર્વ માલિક 63 વર્ષિય માલ્યા લંડનની હાઈકોર્ટમાં બેંકો સાથે છેતરપીંડી અને મની લોન્ડ્રિંગના આરોપમાં ભારત પ્રતિયાર્પણ કરવાના મામલામાં કેસ લડી રહ્યો છે.

વિજય માલ્યાએ પોતાના ટ્વિટર પર નાણાં મંત્રી સીતારમણના લોકસભામાં પાછલા અઠવાડિયે આપેલા ભાષણનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં નાણાં મંત્રીએ કહ્યું હતુ કે દેશમાં વ્યાપારમાં અસફળ કે નિષ્ફળ થવાને અભિશાપ નહી માનવું જોઈએ. આપણે તેમાંથી નીકળવાનો એક સન્માન જનક રસ્તો શોધવો જોઈએ, માલ્યા એ  લખ્યું કે નાણા મંત્રીની ભાવનાને માન આપતા મારા 100 ટકા લોનને ચુકવવાના પ્રસ્તાવને મંજુર કરવો જોઈએ.

સીતારમણે ઉપરનું બયાન દેશના ફેમસ કેફે સીસીડીના માલિક સિધ્ધાર્થની આત્મહત્યાને ધ્યાનમાં લઈને આપ્યું હતુ, આ પહેલા માલ્યાએ પણ પોતાની હાલત સિધ્ધાર્થની જેમ છે એમ ઉલ્લેખ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર કર્યો હતો, માલ્યાના ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધ બ્રિટિશ હાઇકોર્ટની અરજી બાકી છે. કેસની આગામી સુનાવણી ફેબ્રુઆરી 2020માં થવાની છે.