Site icon hindi.revoi.in

બજારમાં ઉપલબ્ધ આ સેનેટાઈઝરને ખરીદતા પહેલા ચેતજો, સ્વાસ્થ્ય બગડી શકે છે

Social Share

– 11 સેનેટાઈઝર બ્રાન્ડની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે
– લાઈસન્સ રદ્દ અથવા સસ્પેન્ડ કરવા નોટિસ અપાઈ છે
– ફેલ થનારી બ્રાન્ડને બજારમાંથી જથ્થો પાછો ખેંચવા કહેવામાં આવ્યું

કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્કનો ઉપયોગ, સેનેટાઈઝર થી હાથ સ્વચ્છ રાખવા જેવી તકેદારી રાખવી અનિવાર્ય છે જો કે સેનેટાઈઝરના વેચાણથી માલામાલ થવા માટે કેટલીક કંપનીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે. તેથી સેનેટાઇઝર લેતા પહેલા તે કોઈ લોકલ નથી તે ચેક કરવું અનિવાર્ય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હરિયાણાના સ્વાસ્થ્ય તેમજ ગૃહમંત્રી અનિલ વિજેએ કહ્યું હતું કે પ્રદેશમાં વિભિન્ન જિલ્લાઓમાંથી એકત્રિત કરવામાં આવેલા સેમ્પલ ફેલ હોવાના કારણે ૧૧ સેનેટાઇઝર બ્રાન્ડની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે તેમના લાયસન્સ રદ અથવા સસ્પેન્ડ કરવાની પણ નોટિસ અપાઇ છે.

હરિયાણામાં ખાધ્ય તથા ઔષધ વિભાગ દ્વારા 248 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 123 ની રિપોર્ટ મળી છે. જેમાંથી 109 પાસ થયા છે જ્યારે 14 ફેલ થયા છે. જેમાંથી 9 બ્રાન્ડની ક્વોલિટી ખરાબ હતી જ્યારે 5માં મેથેનોલનું પ્રમાણ વધારે હતું. જે એક ઝેરનું કામ કરે છે. ફેલ થનારા બ્રાન્ડને બજારમાંથી જથ્થો પાછો ખેંચવા કહેવામાં આવ્યું છે જેથી લોકોને કોઈ નુકશાન ન થાય. કેટલીક કંપનીની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

કેટલીક કંપનીઓ વધુ પૈસા કમાવા માટે સેનેટાઈઝરમાં મેથેનોલ ઉમેરે છે. મેથેનોલ હળવુ, બાષ્પશીલ, રંગહીન અને જવલનશીલ દ્રવ્ય હોય છે. તેની સુગંધ આલ્કોહોલ જેવી હોય છે, જો કે મેથેનોલ ઝેરી હોવાથી તેની સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે.

સંકેત-

Exit mobile version