Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર સાથે મારામારી, ભાજપના ટેકેદારના મકાનમાં તોડફોડ, ટીએમસી પર આરોપ

Social Share

પશ્ચિમ બંગાળના બેરકપુરમાં ભાજપના ઉમેદવાર સાથે મારામારીના અહેવાલ છે. અહીંથી ભાજપના ઉમેદવાર અર્જુનસિંહે ટીએમસીના કાર્યકર્તાઓ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ભાજપના ઉમેદવારે કહ્યુ છે કે મારા પર ટીએમસીના ગુંડાઓએ હુમલો કર્યો છે. આ ગુંડાઓને બહારથી લાવવામાં આવ્યા હતા. આ લોકો અમને વોટ નહીં આપવા માટે ડરાવી રહ્યા છે. હું ઈજાગ્રસ્ત થઈ ગયો છું.

આના પહેલા ઉલૂબેરિયા મતવિસ્તારમાં આવનારા ઉદયનારાયણ પુર ગામમાં ભાજપના ટેકેદાર ઉત્તમ મંડલના મકાન ખાતે તોડફોડ કરવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટીએમસીને જેવી ખબર પડી કે મંડલ અહીંથી ભાજપનો પોલિંગ એજન્ટ બન્યો છે, ત્યારે તેમણે તેના ઘર પર હુમલો કર્યો હતો.

આના પહેલા ભાજપના ઉમેદવાર સાથે મારામારીની ઘટના બની હતી. ભાજપને વોટ નહીં નાખવા દેવાની ફરિયાદ ભાજપના ઉમેદવારને મળી હતી. તેઓ અહીં આવ્યા હતા, ત્યારે તેમનો સ્થાનિક લોકો સાથે વિવાદ થયો હતો.

સુરક્ષાદળોએ મધ્યસ્થી કરી હતી. તે વખતે પોલિંગ બૂથમાં અરાજકતાનો મામહોલ હતો. બંને પાર્ટીઓના ટેકેદારો દ્વારા સૂત્રોચ્ચાર પણ તયો હતો.

બેરકપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અર્જુનસિંહનો આરોપ છે કે આ આખો ઘટનાક્રમ પોલીસની હાજરીમાં થયો છે. એક મહિલા તરફથી ભાજપના ઉમેદવાર દ્વારા માર મારવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવારે આના સંદર્ભે કહ્યુ છે કે જો કોઈ મને મારશે, તો હું તેના પગ પકડીશ?

તેમણે એમ પણ કહ્યુ છે કે ટીએમસી સમર્થિત ગુંડાઓએ તેમના સંસદીય ક્ષેત્રની એક મહિલાના પુત્રનું અપહરણ કરી લીધું છે. તેમણે કહ્યુ છે કે તેઓ આ જાણવા માટે મહિલાના ઘરે પહોંચ્યા હતા કે હકીકતમાં ત્યાં શું થયું છે?