Site icon hindi.revoi.in

દરરોજ મગફળીનું સેવન કરવાથી બીમારીઓ રહેશે દૂર

Social Share

મગફળી ગુજરાતમાં સૌથી વધુ ખાવામાં આવે છે. કારણકે મગફળી ગુજરાતમાં જ સૌથી વધુ થાય છે અને તેમાં પણ કાંઠીયાવાડ એટલે કે તેનું મુખ્ય હબ. માંડવી તરીકે કાંઠીયાવાડમાં ઓળખાતી મગફળીની ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે. ઉપવાસમાં તો ખાસ મગફળીનું સેવન થાય છે ત્યારે આ મગફળી ખાવાના બીજા પણ ઘણા ફાયદા છે.

મગફળીને સસ્તા બદામ પણ કહેવામાં આવે છે. તેમાં લગભગ તમામ તત્વો છે જે બદામમાં હોય છે. પરંતુ ઓછા લોકો જાણતા હશે કે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. મોટાભાગના લોકો તેને ફક્ત સ્વાદ માટે જ ખાય છે, પરંતુ મગફળીના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો.

મગફળીમાં સેહતનો ખજાનો છુપાયેલો હોય છે. જો તમને વારંવાર પેટની સમસ્યા રહે છે અથવા તમને હાર્ટને લગતી બીમારીનું જોખમ છે, તો દરરોજ મગફળી ખાવાની આદત બનાવો. મગફળી લોહીમાં હાનિકારક લોહીની ચરબી ઘટાડવા માટે મદદગાર છે. તો ચાલો જાણીએ મગફળીના સ્વાસ્થ્ય લાભો.

હૃદયની બીમારીથી અપાવશે રાહત

મગફળીનો ખાસ ગુણ એ છે કે તે શરીર પર સ્માર્ટલી કામ કરે છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટરોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટરોલને વધારે છે. તેમાં મોનો-અનસેચુરેટેડ ફેટી એસિડ્ જે ખાસ કરીને ઓલિક એસિડ હોય છે, જે હૃદય સંબંધિત બીમારીથી રાહત અપાવે છે.

કેન્સરમાં ફાયદાકારક

જો તમે નિયમિત રીતે થોડા ગ્રામ મગફળીનું સેવન કરો છો, તો તેમાં ઔષધીય તત્વો તમારા શરીરના પેટના કેન્સર, બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ ઘટાડે છે.

વજનમાં ધટાડો કરો

તેમાં પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમ અને જસત જેવા આવશ્યક મિનરલ્સ જોવા મળે છે, જે શરીરના વિવિધ કાર્યો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમાં એક ખાસ ગુણ એ છે કે જે મહિલાઓ અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર મગફળી ખાય છે, તેમનું વજન વધવાની સંભાવના ઓછી થાય છે.

ડાયાબિટીઝમાં ફાયદેમંદ

જો તમને શિયાળામાં મગફળી ખાવાનું પસંદ છે, તો નિયમિત રીતે સંતુલિત માત્રામાં મગફળી ખાવાથી શરીરની સુગર પર નિયંત્રણ રાખવું. ડાયાબિટીસની સંભાવનાને 21% ઘટાડી શકે છે.

_Devanshi

Exit mobile version