સ્વાદમાં કડવા એવા કારેલા થોડા જ લોકોને પસંદ હોય છે. લોકો તેને રોટલી સાથે ખાતા હોય છે. કારેલાનું શાક બનાવું એ પણ એક કળા છે. ખાસ વાત એ છે કે કારેલાને જે પ્રકારે અને જે મસાલા સાથે બનાવવામાં આવે છે. તેના સ્વાદ અને ગુણવત્તામાં ઘટાડો અથવા વધારો હોય છે.
કારેલું એક એવી શાકભાજી છે જેમાં પસંદ અને નાપસંદ કરનાર લોકોની સંખ્યા લગભગ બરાબર હોય છે પરંતુ દરેક લોકોનું માનવું છે કે કારેલું પેટથી લઈ મગજ સુધી શરીરના દરેક ઓર્ગનને ફીટ રાખવામાં મદદ કરે છે. તે હૃદયના ધબકારા માટે પણ ફાયદાકારક છે.
કારેલા એન્ટીબાયોટીક અને એન્ટિવાયરલ ગુણોથી ભરપુર છે. તેમાં વિટામિન-સી અને વિટામિન-એ પણ જોવા મળે છે. વિટામિન-સી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જ્યારે વિટામિન-એ આંખોની રોશની જાળવવાનું કામ કરે છે.
કારેલા આ દુખાવામાં છે લાભદાયી
માથાના દુખાવો જેવી સામાન્ય સમસ્યાઓ દૂર કરવા માટે કારેલાની શાકભાજી ખૂબ ઉપયોગી છે. જે લોકો ખાવામાં કારેલાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરે છે તેમને માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી.
જો કોઈને સાંધાનો દુખાવો થાય છે, તો તેણે પણ કારેલાનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ. તે સાંધાનો દુખાવો અને ખાસ કરીને ઘૂંટણની પીડાથી રાહત માટેનું કામ કરે છે.
આ સમસ્યાઓને કરે છે દૂર
વારંવાર પેટ ખરાબ થવું, પેટમાં ગેસ, અપચો અને પેટમાં જીવાણુ જેવી ઘણી સમસ્યાઓ સતત થોડા દિવસ માટે કારેલાનું શાક ખાવાથી ઉકેલી શકાય છે.
પેટની ગરમી અને મોઢામાં છાલા
બહુ ઓછા લોકોને એ વાતની જાણકારી હોય છે કે, જો તમારા પેટમાં ગરમી અથવા એસિડિટીની ફરિયાદ છે, અથવા જો તમને કબજિયાતની સમસ્યા છે, તો જ ત્યાંથી જ મોઢામાં છાલાઓની સમસ્યા ઉદભવે છે.આ સ્થિતિમાં જો તમે પેટની ગરમી અને કબજિયાતને શાંત કરવા માટે કરેલાનું સેવન કરો છો, તો તમારા મોઢામાં ચાંદા મટી જશે.
(Devanshi)