1. Home
  2. revoinews
  3. તુલસીનું સેવન કરવાથી આ બીમારીમાંથી મળશે છુટકારો
તુલસીનું સેવન કરવાથી આ બીમારીમાંથી મળશે છુટકારો

તુલસીનું સેવન કરવાથી આ બીમારીમાંથી મળશે છુટકારો

0

અમદાવાદ: દરેકના ઘરમાં તુલસીનો છોડ લગાવેલો હોય છે. આ એક એવો છોડ છે જે ઘણી બીમારીઓમાંથી આપણને છુટકારો મળી શકે છે. તુલસીના ઉપયોગથી નિમોનિયા જેવી બીમારીથી પણ છુટકારો મેળવી શકાય છે. તો આવો જાણીએ તુલસી આપણા માટે કેટલી ફાયદાકારક હોય છે.

નિમોનીયામાં આ રીતે થશે ફાયદો

નિમોનિયાની બીમારીથી પીડાતા લોકો માટે તુલસીનો ઉપયોગ રામબાણ ઈલાજ છે. ઈમ્યૂનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થશે અને નિમોનિયાની સમસ્યા પણ દૂર થશે. આનાથી બાળકોમાં શરદી-ગરમી સહન કરવાની ક્ષમતા પણ વધી જશે.

શ્વાસની બીમારીમાં થશે ફાયદાકારક

જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અથવા અસ્થમાની બીમારી છે તો, તેમાં તુલસી ખૂબ જ લાભકારી છે. મુલેઠી અને તુલસીને મિક્સ કરી ઉકાળો બનાવો અને સવાર-સાંજ તેનુ સેવન કરો. જેનાથી શ્વાસની સમસ્યા પણ ઓછી થશે.

ભૂખ વધારવામાં ફાયદાકારક

તમને અથવા તમારા બાળકને ભૂખ ઓછી લાગે છે તો, તુલસીનો ઉપયોગ લાભદાયક છે. ભૂખ ઓછી લાગવા પર કાળા મરી, આદુ, લીલા મરચા અને તુલસીના પાંદડામાં મીઠું નાખી ચટણી બનાવી લો. તમે ઈચ્છો તો, લીલા મરચા પણ તેમા નાખી શકો છો. જમવાની સાથે આ ચટણીને ખાવ અને બાળકોને પણ ખવડાવો. તેનાથી ન માત્ર ભૂખ વધશે, પરંતુ પેટની અન્ય સમસ્યા પણ દૂર થશે. તુલસીના પાંદડા વધારે ન લો.

(Debanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.