Site icon hindi.revoi.in

પીએમ મોદીના શપથગ્રહણ સમારંભ પહેલા અભેદ કિલ્લામાં તબ્દીલ થયું લુટિયન્સ ઝોન

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભને ધ્યાનમાં રાખીને લુટિયન્સ ઝોનને અભેદ કિલ્લામાં તબ્દીલ કરાયું છે. આ વખતે લુટિયન્સ ઝોનની સુરક્ષામાં દિલ્હી પોલીસના એક હજારથી વધારે જવાનોની તેનાતી કરવામાં આવશે. તેના સિવાય સેના અને અર્ધલશ્કરી દળોની ટુકડીઓની પણ તેનાતી કરાઈ રહી છે. શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે વિદેશી મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુરુવારે બપોરે આખા વિસ્તારને નેશનલ સિક્યોરિટી ગાર્ડના કમાન્ડો પોતાના તાબા હેઠળ લઈ લેશે.

સમારંભની સુરક્ષા સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારી પ્રમાણે,સ્પેશયલ પ્રોટેક્શન ગ્રુપ અને સેનાના સ્નાઈપર્સને ઊંચી ઈમારતો પર તેનાત કરવામાં આવશે. આ સ્નાઈપર્સ માત્ર આખા વિસ્તારની ગતિવિધિઓ પર નજર જ નહીં રાખે, પણ તેની સાથે સમારંભ સ્થળની સુરક્ષાને નક્કર બનાવશે. કોઈપણ પ્રકારના હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવાના ઉદેશ્યથી એરફોર્સની એન્ટિ એરક્રાફ્ટ મિસાઈલ અને ગનને પણ સમારંભ સ્થાન નજીક તેનાત કરાઈ છે. આના સિવાય સમારંભ સ્થાનના 500 મીટરના વિસ્તારમાં એનએસજીના એકસોથી વધુ કમાન્ડોની તેનાતીની તૈયારી કરાઈ છે.

સૂત્રો મુજબ, સેના, વાયુસેના, એસપીજી અને એનએસજી સિવાય દિલ્હી પોલીસને સ્વેટ ટીમ પણ સમારંભ સ્થાનની સુરક્ષા માટે તેનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણય પ્રમાણે, દિલ્હી પોલીસની સ્વેટ ટીમના 100થી વધુ કમાન્ડો પણ લુટિયન્સ ઝોનના વિભિન્ન લોકેશન પર તેનાત હશે. આ સ્વેટ ટીમની મદદ માટે દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોની રિઝર્વ ફોર્સને લુટિયન્સ ઝોનમાં લગાવવામાં આવશે. તો ગુરુવારે વર્કિંગ ડે હોવાને કારણે પોલીસ પણ વ્યાપક સ્તર પર ટ્રાફિક નિયમનને લઈને તૈયારીઓ કરી રહી છે.

સૂત્રો મુજબ, પીએમ મોદીના શપથગ્રહણ સમારંભને કારણે લુટિયન્સ ઝોનના માર્ગો પર સામાન્ય વાહનવ્યહારને અન્યત્ર ડાયવર્ટ કરવામાં આવશે. આના સંદર્ભે દિલ્હી પોલીસની એડવાઈઝરી જાહેર થવાની પણ શક્યતા છે. અત્યાર સુધીની વ્યવસ્થા હેઠળ વાહનોના સામાન્ય પરિચાલન માટે એક હજારથી વધારે ટ્રાફિક પોલીસના જવોને રાષ્ટ્રપતિ ભવનથી 500 મીટરના વિસ્તારમાં તેનાત કરવામાં આવશે. દિલ્હી પોલીસ દ્વારા વિદેશથી આવનારા રાષ્ટ્રાધ્યક્ષોના ઉતારાની હોટલની આસપાસ પણ સુરક્ષાના વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યા છે.

Exit mobile version