Site icon hindi.revoi.in

પીએમ મોદીની અપીલને ઉધોગપતિ આનંદ મહિન્દ્રાનું સમર્થન, કહ્યુ જીદ હોય ત્યાં તોફાન પણ હર માની લે છે

Social Share

અમદાવાદ: તહેવારોની શરૂઆત સાથે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરીને અપીલ કરી હતી કે, આ સમય બેદરકાર રહેવાનો નથી, કારણ કે કોરોના વાયરસ હજુ ગયો નથી અને થોડી બેદરકારી પણ ઉત્સવના વાતાવરણની મજા બગાડી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જો તમે બેદરકાર છો અને માસ્ક વિના ફરી રહ્યા છો તો તમે તમે પોતાની સાથે સાથે બાળકો અને વૃદ્ધોને જોખમમાં મૂકી રહ્યા છો.”

પીએમ મોદી એ કહ્યું કે, લોકડાઉન ગયું છે કોરોના નહિ, ત્યારે પીએમ મોદીની અપીલ સાથે દેશના જાણીતા ઉધોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશ્યલ મીડિયામાં આ વિચારોને આગળ શેર કરીને ટ્વીટ કરીને લખ્યું કે, જ્યા નાવડી જીદ પર અડગ હોય ત્યાં તોફાન પણ હાર માની લે છે. તેમણે લખ્યું છે કે, તહેવારનો આનંદ ઉઠાવો પરંતુ જિદ્દી બનો, માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખો,અને એક દિવસ જલ્દી આપની કસ્તિયો સુરક્ષિત સુધી પોહચી જશે,

પીએમ મોદીએ કહ્યું હતું કે,આપણે સાવચેત રહેવું જોઈએ અને જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી કોઈ બેદરકારી ન દાખવવી જોઇએ.સરકાર પણ વેક્સિન આવે ત્યારે તે દરેક ભારતીય સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

પીએમ મોદીએ કહ્યું, “આપણે બધાએ યાદ રાખવું જ જોઇએ કે જ્યાં સુધી દવા મળતી નથી ત્યાં સુધી કોઈ બેદરકારી ન થઈ શકે.”

_Sahin

Exit mobile version