- કોરોનાનું નવું લક્ષણ આવ્યું સામે
- કમરમાં દુખાવો કોરોનાનું લક્ષણ
- વહેતુ નાક, અસહજ લાગવુ અથવા ઉલ્ટી થવી
ભારતમાં કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ વકરી રહી છે. કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસના સંદર્ભમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે. કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 9 લક્ષણ તો હતા જ પણ હવે તેમાં નવા 3નો વધારો થયો છે. વહેતુ નાક, ઉલ્ટી અને ઝાડા કોરોના સંક્રમણના કારણે હોઇ શકે છે. પરંતુ આ ઉપરાંત એવા પણ દર્દીઓ છે જેમને પીઠનો દુખાવો થતો હોય અને તે બાદ ટેસ્ટિંગમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હોય છે.
જો તમારી કમરમાં દુખાવો થતો હોય, પેટમાં દુખતુ હોય, પગની પીંડીઓમાં દુખાવો થતો હોય તો તે કોરોના વાયરસના લક્ષણ હોઇ શકે છે. મુંબઇના સિનિયર ડોક્ટર પાછલાં કેટલાંક દિવસોથી કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યાં હતા. તેમણે આશરે 200 દર્દીઓનો ઇલાજ કર્યો. પછીથી તેઓ પોતે કોરોના સંક્રમિત થઇ ગયાં. ડોકટરે જણાવ્યું કે તેમણે જે લક્ષણને સૌથી પહેલા અનુભવ્યુ તે પીઠનો દુખાવો હતો.
કોરોના વાયરસના અત્યાર સુધી 9 લક્ષણ જણાવવામાં આવ્યાં છે. હવે અમેરિકન સેન્ટર ઑર ડિસીસ કંટ્રોલે તેમાં ત્રણ નવા લક્ષણ પણ જોડ્યાં છે. તેમાં વહેતુ નાક, અસહજ લાગવુ અથવા ઉલ્ટી થવી અને ઝાડા સામેલ છે. કોરોના વાયરસના અત્યાર સુધી ફક્ત 9 લક્ષણ જણાવવામાં આવ્યાં છે. તેમાં તાવ, સૂકી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, થાક, શરીરમાં દુખાવો, માથુ દુખવુ, સ્વાદ કે ગંધ ન પારખી શકવી, ગળામાં દુખાવો સામેલ હતાં.
_Devanshi