Site icon Revoi.in

સાવધાન ! કોરોનાનું આ નવુ લક્ષણ આવ્યું સામે..,

Social Share

અમદાવાદ: વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થયો રહ્યો છે. આ વાયરસે 180 થી વધુ દેશોને ભરડામાં લીધા છે. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં છ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે આશરે દોઢ કરોડ લોકો સંક્રમિત થયા છે. તેની રસીની શોધખોળ ચાલી રહી છે. જોકે ઘણા દેશોએ રસી બનાવવાનો દાવો પણ કર્યો છે, પરંતુ તેમાંથી કેટલાક ટેસ્ટિંગના પહેલા કે બીજા તબક્કામાં છે અને કેટલાક ત્રીજા તબક્કામાં પહોંચી ગયા છે. જો બધું બરાબર રહ્યું, તો વિશ્વને ટૂંક સમયમાં કોરોના રસી મળશે, પરંતુ કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, આ રસીની શોધ બાદ પણ રોગચાળાને સંપૂર્ણપણે કાબૂમાં રાખવો મુશ્કેલ છે. તેમનું કહેવું છે કે આવનારા વર્ષોમાં લોકોએ કોરોના સાથે જ રહેવું પડશે.

આ વાયરસના લક્ષણો સમય સમય પર વધી રહ્યા છે. શરૂઆતમાં માત્ર ચાર લક્ષણો જ સામે આવ્યા હતા, પરંતુ પછીથી વધુ લક્ષણો સામે આવ્યા છે, હવે કોરોનાનું એક નવું લક્ષણ સામે આવ્યું છે, પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઇસીએમઆર હજુ સુધી તેને સત્તાવાર રીતે સૂચિત લક્ષણોમાં સમાવી શક્યું નથી. ચાલો જાણીએ આ નવા લક્ષણ વિશે….. જે આપણા માટે કેટલું જોખમી છે.

કોરોના વાયરસના લક્ષણ
તાવ
સુકી ખાસી
ગળામાં ખરાશ
શ્વાસ લેવામાં તકલીફ

પ્રથમ ચાર લક્ષણો ઉપરાંત આ લક્ષણોને પછીથી સામેલ કરવામાં આવ્યા છે
માથુ દુખવુ
શરીર તૂટવુ
થાક
ઠંડી ચડવી
શરૂઆતના ચાર લક્ષણો ઉપરાંત આ લક્ષણોને પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોનાના લક્ષણોમાં સત્તાવાર રીતે સામેલ કર્યા છે.

ગંધ અથવા સ્વાદની અનુભૂતિ ન થવી તે પણ કોરોનાના મુખ્ય લક્ષણોમાં સમાવવામાં આવેલ છે. WHO ઉપરાંત વિશ્વના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ તેને કોરોના વાયરસના અન્ય લક્ષણોમાં શામેલ કર્યો છે. હવે મોઢામાં છાલા પડવા કોરોના વાયરસના નવીનતમ લક્ષણોમાં શામેલ છે. આ માહિતી આપતી વખતે ડોક્ટરોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં તેમની પાસે એવા ઘણા કોરોના સંક્રમિત દર્દીઓ આવ્યા હતા જેમના મોઢોમાં છાલા થવાની સમસ્યા હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સંક્રમિત થયેલા તમામ લોકોમાંથી કેટલાક દર્દીઓને ત્વચા પર ફોલ્લીઓ થઈ છે. આ નવાઈ લાગે તેવું હતું કારણ કે આજ સુધી તેની સાથે કોઈ તપાસ કરવામાં આવી નથી. જો કે, આ નવા લક્ષણને હજી સુધી સત્તાવાર રીતે કોરોના લક્ષણોમાં શામેલ કરવામાં આવ્યા નથી.

_Devanshi