Site icon hindi.revoi.in

IPL2020: તૈયારીની તપાસ લેવા માટે BCCIના પ્રમુખ દુબઈ માટે રવાના

Image processed by CodeCarvings Piczard ### FREE Community Edition ### on 2020-07-08 22:25:49Z | | ÿ

Social Share

મુંબઈ: બીસીસીઆઈએ ઇન્ડિયન પ્રીમિયર લીગની13 મી સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલી સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારી આઈપીએલ 2020ની તૈયારીઓની તપાસ લેવા દુબઈ જવા રવાના થયા છે. સૌરવ ગાંગુલીએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે.

ભારતીય દિગ્ગજ સૌરવ ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી જણાવ્યું છે કે, 6 મહિનામાં પહેલીવાર તે ફ્લાઇટમાં સવાર છે. ચાર્ટર્ડ વિમાન દ્વારા દુબઇ જવા રવાના થયા છે, જ્યાં આઈપીએલ 19 સપ્ટેમ્બરથી યોજાનાર છે. ગાંગુલી ટૂર્નામેન્ટની તૈયારીઓની તપાસ લેવા દુબઈ પહોંચી રહ્યા છે. ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પોસ્ટ કરતા લખ્યું કે, “આઈપીએલ માટે 6 મહિનામાં દુબઈની મારી પહેલી ફ્લાઇટ. જીવન બદલાઈ ગયું છે.”

સૌરવ ગાંગુલીએ ઇંસ્ટાગ્રામ પર પોતાની બે તસવીરો પોસ્ટ કરી છે, જેમાં એક તે ચાર્ટર્ડ પ્લેનની બહાર એકલા નજરે પડે છે, જ્યારે બીજા ફોટામાં તે પ્લેનની અંદર છે અને તેની સાથે એક શખ્સ નજરે પડે છે. સૌરવ ગાંગુલીએ દુબઈ પહોંચ્યા બાદ પ્રથમ 6 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે, કારણ કે તેમને નિયમો મુજબ, અલગ અલગ સમયમાંથી પસાર થવું પડશે. આ સમય દરમિયાન ગાંગુલીના ત્રણ કોરોના વાયરસ ટેસ્ટ પણ કરવામાં આવશે, જે નેગેટીવ આવવા જરૂરી છે.

આઈપીએલ 2020ની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને ત્રણ વખતના આઈપીએલ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ અબુધાબીમાં રમાશે. ભારતીય સમય મુજબ આ મેચ સાંજે સાડા સાત વાગ્યાથી રમવામાં આવશે, પરંતુ તે સમય યુએઈમાં સાંજના છ વાગ્યે રહેશે. ક્રિકેટ ફેંસને આ વખતે મોડી રાત સુધી જાગતા રહેવું નહીં પડે અને મેચ વહેલી તકે પૂરી થઈ જશે.

_Devanshi

Exit mobile version