Site icon hindi.revoi.in

આઇપીએલની 13 મી સીઝનનું આયોજન ભારતમાં નહીં પરંતુ આ દેશમાં થશે..

Social Share

મુંબઈ: બીસીસીઆઈના આઈપીએલના આયોજનની ઘોષણા બાદ ગૃહ મંત્રાલયે પણ તેને મંજૂરી આપી દીધી છે. આ વર્ષે આઇપીએલની 13મી સીઝનનું આયોજન ભારતમાં નહીં પરંતુ યુએઈમાં થવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ લાંબા સમયથી ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું.

ભારત સરકારની મંજૂરી મળ્યા બાદ હવે બીસીસીઆઇ ટૂંક સમયમાં તૈયારીઓ શરૂ કરશે. આઈપીએલ આ વર્ષે 29 માર્ચથી 10મે દરમિયાન યોજાવાની હતી. જો કે કોરોના વાયરસને કારણે તે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટી -20 વર્લ્ડ કપની આઇસીસી મુલતવી રાખ્યા બાદ બીસીસીઆઈએ આઈપીએલનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. નવા શેડ્યુલ મુજબ આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાશે.

આ પહેલા વર્ષ 2014 માં પણ યુએઈમાં આઈપીએલનું આયોજન કરવામાં આવ્યું હતું. તે વર્ષે થયેલી ચૂંટણીને કારણે આઈપીએલ મેચનો પ્રથમ તબક્કો યુએઈમાં યોજાયો હતો. જોકે, આ પહેલીવાર છે જ્યારે યુએઈમાં આખી ટૂર્નામેન્ટ યોજાઇ રહી છે. તો, વર્ષ 2010માં આઈપીએલનું પ્રથમ વખત વિદેશમાં આયોજન કરવામાં આવ્યું હતું. તે વર્ષે ચૂંટણીને કારણે દક્ષિણ આફ્રિકામાં પણ આઈપીએલ યોજાઇ હતી.

_Devanshi

Exit mobile version