રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2018-19માં ખોટી રકમના પ્રમાણમાં 73.8 ટકાનો મોટો વધારો થયો છે, બેકિંગ સેક્ટરમાં ખોટી રકમના 6,801 કેસ નોંધાયા છે જોમાં 71,542.93 કરોડ રુપિયાની મોટી રકમનો સમાવેશ થાય છે
મોદી સરકાર દ્વારા બેંક ગોટાળાના મામલાના કિસ્સાઓને પકડવા અને જવાબદારી ઠીક કરવાના પ્રયાસો કરવા છતાં બેંકમાં છેતરપિંડીના કેસ ઘટતા નથી પરંતુ વધતા જ જતા છે, રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2018-19માં બેંકોમાં પૈસાની બાબતમાં થેયોલા ગોટાળાના મામલામાં 15 ટકાનો વધારો નોંધાયો છે.આ રિપોર્ટમાં વધુ ચોંકાવનારી વાત એ છે કે રકમના પ્રમાણમાં આ ગોટાળામાં 73.8 ટકા સુધીનો ભારે વધારો થયો છે. જોકે, રિઝર્વ બેંકનું કહેવું છે કે, આ તમામ કેસો છેલ્લા નાણાકીય વર્ષમાં પકડાયા હતા, પરંતુ મોટાભાગના કેસ ઘણા વર્ષો જુના છે.
રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2018-19માં બેંકિંગ ક્ષેત્રે 6,801 છેતરપિંડીના કેસો બન્યા છે, જેમાં 71,542.93 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.જેમાં સૌથી મોટો ભાગ ફક્ત જાહેર બેંકોનો છે, જેમાં, 64,5009..43 કરોડના 7,766. ફ્રોડ કેસ નોંધાયા છે. તેના છેલ્લા નાણાકીય વર્ષ એટલે કે 2017-18માં, 41,167.04 કરોડ રૂપિયાના 5,916 છેતરપિંડીના કેસો નોંધાયા હતા. જાહેર બેન્કોમાં પણ દેવાદારોમાં સૌથી મોટો ભાગ ધરાવે છે.
ચોંકાવનારી એક માહિતી પણ સામે આવી છે કે, મોદી સરકારમાં ગોટાળાના કિસ્સાઓના કેસને ઓળખવામાં બહુ સમય લાગ્યો છે. રિપોર્ટ મુજબ, છેતરપિંડીને ઓળખવા માટે બેન્કો કેસ બન્યા પછી સરેરાશ 22 મહિનાનો સમય લે છે. આ તે સ્થિતિ છે જ્યારે નીરવ મોદી જેવા કેસ બાદ રિઝર્વ બેંક અને સરકારે ખૂબ કડક આદેશો બહાર પાડ્યા છે. જેમાં સૌથી ખરાબ બાબત એ છે કે વર્ષ 2018-19માં 52200 કરોડ રૂપિયાના ગોટાળાના કેસ સામે આવ્યો છે, જેમાં સરેરાશ 55 મહિના એટલે કે લગભગ 6 વર્ષનો સમય લાગ્યો હતો.
સરકારી બેંકો પછી છેતરપીંડીના વધુ બનાવો ખાનગી બેંકોમાં જોવા મળ્યા,પરંતુ નિષ્ણાતો આશ્ચર્યચકિત છે કે વિદેશી બેન્કો તે વાતને ટાળી રહી છે. 2018-19માં, વિદેશી બેંકોમાં માત્ર 762 છેરતપીંડીના કિસ્સા ઝડપાયા, જેમાં લગભગ 955 કરોડની રકમ સામેલ છે.મોટાભાગની છેતરપીંડી બનાવટી લોન પર થઈ છે.