- અનલોક 5- મહારાષ્ટ્રમાં મંદિરો હજુ પણ રહેશે બંધ
- પંજાબમાં રામલીલાને મળી મંજુરી – સિનેમાઘરો રહેશે બંધ
- કેટલાક સ્થળોએ આજથી સિનેમાઘરો ખોલવાની પરવાનગી
કોરોના વાયરસ મહામારી બાદ દેશમાં અનલોક 5 જારી કરવામાં આવી ચૂક્યું છે, જેને લઈને ગાઈડલાઈન પણ રજુ થઈ ચૂકી છે, કેટલાક રાજ્યોમાં સિનેમાઘરો ખુલ્લા રાખવાની મંજુરી આપવામાં આવી ચૂકી છે, તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ જ્યા વધુ છે તેવા વિસ્તારોમાં હજુ પણ સિનેમાઘરો બંધ જ રાખવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે સિનેમાહોલ, મલ્ટિપ્લેક્સ, સ્વિમિંગપૂલ સહીત કેટલાક સ્થળોને ખોલવાની મંજુરી આપી છે, જો કે આ માટેનો છેલ્લો નિર્ણય તો જે તે રાજ્યના રાજ્યસરકારનો જ રહેશે.
ઉત્તર પ્રદેશમાં વિતેલા દિવસોમાં મલ્ટિપ્લેક્સ માટે ગાઈડલાઈન રજુ કરવામાં આવી છે જેમાં વેટિંગ રુમમાં 6 ફૂટનું અતંર રાખવામાં આવશે, આ સાથે જ કોરોના નેગેટિવ વ્યક્તિઓને જ એન્ટ્રી આપવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા સિનેમાહોલ, મલ્ટિપ્લેક્સ અને થિયેટરોને ખોલવાની પરવાનગી આપવામાં આવી ચૂકી છે.
જો પંજાબની વાત કરીએ તો અહી હજુ પણ સિનેમાઘરો બંઘ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્ય સરકાર દ્રારા રામલીલાને મંજુરી આપવામાં આવી છે, આ સાથે જ વિગતવાર થોડા સમયની અંદર દિશા નિર્દેશ પણ રજુ કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં નહી ખુલે મંદિરો ને મલ્ટિપ્લેક્સ
- દેશના રાજ્ય મહારાષ્ટ્રમાં મેટ્રો ટ્રેન ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે.
- મેટ્રોનું સંચાલન 19 તારીખથી શરુ કરવામાં આવનાર છે.
- આ સાથે લાઈબ્રેરીઓને પણ સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે.
- જો કે મંદિરો ખોલવાને લઈને હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે,
- જો કે સરકારે કોરોનાના વધતા કહેરને લઈને ઘાર્મિક સ્થળો પર પ્રતિબંધ યથાવત રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
- મલ્ટિપ્લેક્સ પણ હજુ બંધ જ રાખવામાં આવશે
- અહીં ગુજરી માર્કેટને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે, જો કે કન્ટેનમેન્ટ જ્હોનમાં ગુજરી માર્કેટ ખોલવામાં આવશે નહી.તેવું રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા દિશો નિર્દેશમાં સુચવાવામાં આવ્યું છે.
દિલ્હીમાં કેન્દ્ર સરકારે સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આ અંતર્ગત, સિનેમા હોલમાં બેઠક છોડ્યા પછી જ પ્રેક્ષકો બેસશે, એટલે કે આખા હોલમાં ફક્ત પચાસ ટકા પ્રેક્ષકો હાજર રહેશે. આ સિવાય માસ્ક પહેરીને આરોગ્ય સેતુ એપ હોવી જરૂરી બનશે. ટિકિટ ખરીદવાની પ્રક્રિયા ઓનલાઇન રહેશે અને ખાણી પીણી પર પ્રતિબંધ ચાલુ રહેશે. ફિલ્મના વિરામ દરમિયાન આખા હોલની સ્વચ્છતા કરવામાં આવશે.
- સાહીન-