1. Home
  2. revoinews
  3. પાકિસ્તાનનો આંતરિક વિખવાદ, બલુચ લિબરેશન આર્મીએ કર્યો કરાચીમાં હૂમલો
પાકિસ્તાનનો આંતરિક વિખવાદ, બલુચ લિબરેશન આર્મીએ કર્યો કરાચીમાં હૂમલો

પાકિસ્તાનનો આંતરિક વિખવાદ, બલુચ લિબરેશન આર્મીએ કર્યો કરાચીમાં હૂમલો

0

અમદાવાદ: પાકિસ્તાન દ્વારા આંતરિક રીતે તો આતંકવાદીઓને તો સાથ સહકાર આપવામાં આવે જ છે પરંતુ તેની સાથે સાથે પાકિસ્તાનમાં આંતરિક વિવાદો પણ વધી રહ્યા છે.

પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જ પર સવારે આતંકવાદી હૂમલો કરવામાં આવ્યો જેમાં ચાર આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા અને આ ઓપરેશન દરમિયાન 5 અન્ય લોકોના પણ મોત થયા છે. આંતકવાદી સિવાય અન્ય લોકોમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર અને ચાર સિક્યુરિટી ગાર્ડ્સનો સામેલ છે. સમગ્ર હૂમલામાં કુલ 7 લોકો ઘાયલ થયા છે જેમાં ચાર લોકોની હાલત ગંભીર છે.

પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ કરાચી સ્ટોક એક્સચેન્જ સવારે 10.30 વાગ્યે ખુલે છે. રોજની જેમ તે આજે સોમવારે પણ આ જ સમયે ખુલ્યું. આ દરમિયાન સામાન્ય માણસો અને કર્મચારીઓની સાથે હથિયારધારી આતંકીઓ અહીં ઘુસી ગયા હતા. તેમનો ઈરોદો સમજતા જ લોકો ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી. થોડી જ વારમાં બિલ્ડિંગને ઘેરી લેવામાં આવી.

પાકિસ્તાનમાં થયેલા આતંકી હૂમલા અંગે જાણકારોનું કહેવું છે કે કરાચી સ્ટોક એક્સચેન્જમાં પોલીસ તૈનાત કરવામાં આવી નથી. અહીંની સિક્યોરિટીની જવાબદારી પ્રાઈવેટ કંપનીની પાસે છે. જાણકારોના જણાવ્યા મુજબ મૃત્યુ પામેલા લોકોમાં પોલીસનો એક સબ ઈન્સપેકટર પણ સામેલ છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.