- રામજન્મભૂમિને અપવિત્ર કરનાર બાબરને ઉદારવાદી મુઘલ કહેવામાં આવે છે!
- ભારત પર આક્રમણ કરતી વખતે બાબરે પોતાને મુજાહિદ ગણાવ્યો હતો
- હિંદુઓની કતલ બાદ માથાનો મિનાર બનાવનાર બાબર પોતાને ગણાવતો ગાઝી
- બાબરના આદેશથી અયોધ્યામાં રામજન્મભૂમિ થઈ હતી અપવિત્ર, બાબરી ઢાંચો બન્યો હતો
ભારતમાં ઈસ્લામિક આક્રમણખોરોમાં મોહમ્મદ બિન કાસિમ, મહમૂદ ગઝનવી, તૈમુર લંગ, મોહમ્મદ ઘોરી, બાબર, નાદિર શાહ અને અહમદશાહ અબ્દાલી જેવા અત્યાચારીઓના નામ અંગ્રિમ પંક્તિમાં આવે છે. ભારતમાં મુઘલ વંશની સ્થાપના કરનારા બાબર (1519થી 1530) પોતાને મુજાહિદ ગણાવતો હતો. તેણે ઉત્તર-પશ્ચિમમાં વેલા બિજનૌરના નાના રાજ્ય પર 1519માં આક્રમણ કર્યું હતું. ત્યારે તેણે મુજાહિદની પદવી પ્રાપ્ત કરી હતી અને આનો ઉલ્લેખ બાબરે પોતાની આત્મકથા બાબરનામામાં ખૂબ આનંદથી કર્યો છે.
હિંદુઓના માથાનો મિનારો બનાવ્યો હતો બાબરે
હિંદુઓના માથાનો શિકાર ખેલવાની પોતાના પૂર્વજ તૈમૂર લંગની અભિરુચિમાં બાબર પણ ભાગીદાર હતો. બંને પોતાને ગાઝી ગણાવતા હતા અને હિંદુઓના માથાઓ કાપીને મિનાર બનાવવાની ધૃણાસ્પદ લગન પણ ધરાવતા હતા.
બાબરનામામાં બિજનૌર વિજયનો ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે – જો કે બિજૌરીવાસી ઈસ્લામના શત્રુ અને વિદ્રોહી હતા, અને જો કે તેમની વચ્ચે વિધર્મી અને વિરોધી રીતિ-રીવાજ તથા પરંપરાઓ પ્રચલિત હતી, તેમનો સામાન્ય, એટલે કે સર્વસમાવેશી, નરસંહાર કરવામાં આવ્યો. તેમની પત્નીઓ અને બાળકોને બંદી બનાવી લેવાયા. એક અનુમાન પ્રમાણે ત્રણ જાર વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દેવાય, તેમને નર્ક પહોંચાડવામાં આવ્યા. કિલ્લા પર જીત મેળવીને અમે પ્રવેશ કર્ય અને તેનું નિરીક્ષણ કર્યું. દીવાલોના સહારે, ઘરોમાં, શેરીઓમાં અગણિત સંખ્યામાં હિંદુ મૃતકો પડયા હતા. આવાગમન કરનારા તમામને લાશો પરથી જ જવુ પડતું હતું, મુહર્રમના નવમા દિવસે મે આદેશ આપ્યો કે મેદાનમાં હિંદુ મૃતકોના માથાની એક મિનાર બનાવવામાં આવે. (બાબરનામા, અનુવાદ-એ. એસ. બેવરિઝ, નવી દિલ્હી, 1979, પૃષ્ઠ-370-371)
નહેરુ માટે બાબર એક ભાવુક કવિ હતો
જવાહરલાલ નહેરુથી લઈને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી તથા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સેક્યુલરવાદીઓ સુધી તમામે બાબરને એક કાર્યદક્ષ, ચતુર, ભાવુક કવિ ગણાવ્યો છે. પરંતુ બાબરની કવિતાને જોઈ તો તેની ભાવુકતા અથવા સંવેદનશીલતા ક્યાં પ્રકારની હતી, તે આપોઆપ ખબર પડી જાય તેમ છે.
ઈસ્લામના નિમિત્ત હું જંગલોમાં ભટક્યો.
મૂર્તિપૂજકો અને હિંદુઓની વિરુદ્ધ પ્રસ્તુત થયો.
શહીદનું મોત ખુદ મેળવવાનો નિશ્ચય કર્યો,
અલ્લાહનો ધન્યવાદ કે હું ગાઝી થઈ ગયો.
(બાબરનામા, અનુવાદ-એ. એસ. બેવરિઝ, નવી દિલ્હી, 1979, પૃષ્ઠ-574-576)
બાબરી મસ્જિદનું નિર્માણ બાબરના આદેશથી 1528-29માં બાબરના આદેશાનુસાર, મુઘલ સેનાપતિ મીર બાકીએ ભગવાન રામની જન્મભૂમિ પર બનેલા મંદિરનો અયોધ્યા ખાતે વિધ્વંસ કરીને ત્યાં એક મસ્જિદ બનાવી હતી. (બાબરનામા, અનુવાદ-એ. એસ. બેવરિઝ, નવી દિલ્હી, 1979, પૃષ્ઠ-656, અને મુસ્લિમ સ્ટેટ ઈન ઈન્ડિયા, કે. એસ. લાલ)
બાબરી ઢાંચા પર એક શિલાલેખ પણ બનાવવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું હતું કે શહેનશાહ બાબરના આદેશાનુસાર, ઉદાર હ્રદય મીરબકીએ ફરિશ્તાઓના ઉતરવાનું આ સ્થાન બનાવ્યું.
ગુરુ નાનક દેવજી દ્વારા બાબરની નિંદા
ભારતના મહાન સંતોમાંથી એક અને શીખ ધર્મના પ્રથમ ગુરુ ગુરુ નાનકદેવજી આક્રાંતા બાબરના સમકાલિન ઋષિ હતા. હિંદુઓ પરના બેફામ અત્યાચારોથી ગુરુ નાનક દેવજીનું હ્રદય દ્રવિત થયું હતું. તેમણે સંસારના ઉત્પતિ કર્તા, પરમપિતા પરમેશ્વરને, હિંદુઓની ઘોર પીડાને કારણે દ્રવિત થઈને પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે આવી યાતનાઓ અને આવી પીડાઓને કેવી રીતે સહન કરી શકો છો. તેમણે કહ્યુ હતુ કે ઈશ્વરે પોતાના પંખોની નીચે ખુરાસન લગાવી રાખ્યું છે એટલે કે સમાધિસ્થ થઈ ગયા છે અને ભારતને બાબરના અત્યાચારો માટે ખુલ્લું છોડી દીધું છે.
બાબરના અત્યાચારો સંદર્ભે ગુરુ નાનકદેવજીએ કહ્યુ હતુ કે હે જીવનદાતા, આપ આપના ઉપર કોઈ કેવો પણ દોષ લપેટતા નથી અર્થાત સદૈવ જ નિર્લિપ્ત રહેતા આવ્યા છો. શું આ મૃત્યુ જ હતું જે મુઘલના રૂપમાં અમારી સાથે યુદ્ધ કરવા આવ્યું? જ્યારે આટલો ભીષણ નરસંહાર થઈ રહ્યો હતો, આટલો ભીષણ ચિત્કાર નીકળી રહ્યો હતો, શું તમને પીડા થઈ નથી? (ગુરુ નાનક, પૃષ્ઠ-126, પ્રકાશન વિભાગ, ભારત સરકાર)
કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા નામના ગ્રંથમાં આચાર્ય જદુનાથ સરકારે લખ્યું હતું કે પોતાના સમકાલિન મુસ્લિમોની, ગુરુ નાનકે ભર્ત્સના કરી હતી અને તેમને નીચ, પતિત અને પથભ્રષ્ટ કહ્યા હતા. (ખંડ-, અધ્યાય- VIII, પૃષ્ઠ -244)